Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આલિયા ભટ્ટ અને સંજય દત્તની ફિલ્મ 'સડક 2'નું ટ્રેલર થયું લોન્ચ

આલિયા ભટ્ટ અને સંજય દત્તની ફિલ્મ 'સડક 2'નું ટ્રેલર થયું લોન્ચ

12 August, 2020 11:34 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આલિયા ભટ્ટ અને સંજય દત્તની ફિલ્મ 'સડક 2'નું ટ્રેલર થયું લોન્ચ

‘સડક 2’માં સંજય દત્ત મહત્વની ભૂમિકામાં છે

‘સડક 2’માં સંજય દત્ત મહત્વની ભૂમિકામાં છે


આલિયા ભટ્ટ (Alia Bhatt), સંજય દત્ત (Sanjay Dutt), આદિત્ય રૉય કપૂર (Aditya Roy Kapoor), પૂજા ભટ્ટ (Pooja Bhatt) સ્ટારર ફિલ્મ 'સડક 2' 28 ઓગસ્ટના રોજ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે ત્યારે આજે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલર પરથી કહી શકાય છે કે, ફિલ્મમાં સત્ય અને પ્રેમની સફર દેખાડવામાં આવી છે.

ટ્રેલરની વાત કરીએ તો, ફિલ્મમાં પૂજા ભટ્ટના અવસાન બાદ સંજય દત્ત જીવવાનો ઉત્સાહ ગુમાવી ચૂક્યો હોય છે. ત્યારબાદ આલિયા ભટ્ટની એન્ટ્રી થાય છે. આદિત્ય રોય સાથે આલિયા, સંજય દત્તની ગાડીમાં કૈલાસ પર્વત જવા રવાના થાય છે. અહીંયા મકરંદ દેશપાંડેની એન્ટ્રી થાય છે. મકરંદ દેશપાંડે ગુરુના રોલમાં છે અને તે આલિયાને મારવા માગે છે.




પહેલાં ચર્ચા હતી કે ફિલ્મનું ટ્રેલર 11 ઓગસ્ટે રિલીઝ થશે. જોકે, સંજય દત્તે સોશિયલ મીડિયામાં કામમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ ચર્ચા થવા લાગી કે સંજય દત્તને ફેફસાંનું કેન્સર છે. આથી જ ટ્રેલર પોસ્ટપોન કરી દેવામાં આવ્યું હતું.

'સડક 2' 28 ઓગસ્ટના રોજ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થશે. આ ફિલ્મનું દિગ્દર્શન મહેશ ભટ્ટ (Mahesh Bhatt)એ કર્યું છે. 29 વર્ષ પહેલા પણ મહેશ ભટ્ટે જ 'સડક'નું દિગ્દર્શન કર્યું હતું. જ્યારે મુકેશ ભટ્ટ તેને પ્રોડ્યૂસર રહેશે. આલિયા પહેલી વાર પિતા મહેશ ભટ્ટના નિર્દેશનમાં બનનારી કોઈ ફિલ્મમાં કામ કરી રહી છે. 'સડક' ફિલ્મ 1991માં આવી હતી. જેના 29 વર્ષ બાદ 'સડક 2' આવી રહી છે. સડકમાં સંજય દત્ત અને પૂજા ભટ્ટ લીડ રોલમાં હતો અને 'સડક 2'માં પણ બન્ને જોવા મળશે. તે સિવાય આ ફિલ્મમાં જીશુ સેનગુપ્તા, મકરંદ દેશપાંડે, ગુલશન ગ્રોવર, પ્રિયંકા બોઝ, મોહન કપૂર અને અક્ષય આનંદ પણ જોવા મળશે.


બીજી બાજુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ ‘સડક 2’ને કારણે હૉટસ્ટારને અનઇન્સ્ટૉલ કરવાનો ટ્વિટર પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જોકે સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડને કારણે લોકો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. તેના મૃત્યુ બાદ બૉલીવુડમાં નેપોટિઝમનો મુદ્દો ખૂબ જ વાયુવેગે ફેલાયો છે. આ ફિલ્મના દરેક ઍક્ટર ફિલ્મી ફૅમિલી સાથે સંકળાયેલા છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને પૂજા ભટ્ટ મહેશ ભટ્ટની દીકરીઓ છે. આદિત્ય રૉય કપૂર પ્રોડ્યુસર સિદ્ધાર્થ રૉય કપૂરનો ભાઈ છે અને સંજય દત્ત સુનીલ દત્તનો દીકરો છે. તેમ જ રિયા ચક્રવર્તી સાથે મહેશ ભટ્ટની ક્લોઝનેસને કારણે લોકો આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી ફિલ્મને બૉયકોટ કરવાનું કહી રહ્યા છે. આ સાથે જ રિયાને અરેસ્ટ કરવા માટેના પણ ટ્રેન્ડ ચાલી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

12 August, 2020 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK