રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની કંકોત્રી વાયરલ, જાણો શું છે હકીકત!

Published: Oct 22, 2019, 15:43 IST | મુંબઈ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લગ્નની કંકોત્રી વાયરલ થઈ રહી છે. જાણો શું છે આ કાર્ડની હકીકત...

શું ખરેખર બંને કરી રહ્યા છે લગ્ન?
શું ખરેખર બંને કરી રહ્યા છે લગ્ન?

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના પ્રેમની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. બંનેના લગ્નની ખબરો પણ અનેકવાર સામે આવી ચુકી છે. વચ્ચે તો એવા પણ અહેવાલો આવ્યા હતા કે આલિયા લગ્ન માટે લહેંગો પણ તૈયાર કરાવી લીધો છે. પરંતુ બાદમાં આ તામ ખબરો પર વિરામ લાગી ગયું. આલિયાના માતા સોની રાઝદાને પણ આવી કોઈ પણ ખબરથી ઈન્કાર કરી દીધો. પરંતુ હવે બંનેના લગ્નનું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે.

 
 
 
View this post on Instagram

क्लोज़ अप तो बनता है !! 🙃

A post shared by Alia 🌸 (@aliaabhatt) onOct 13, 2019 at 9:31am PDT


જી હાં, સોશિયલ મીડિયા પર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નનું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. કાર્ડ પ્રમાણે બંનેના લગ્ન 22 જાન્યુઆરી 2020માં થવાની છે. લગ્નની તારીખ કપૂર ફેમિલી અને ભટ્ટ ફેમિલીના નામ પણ છે. બંનેના લગ્ન ત્યાં જ થવા જઈ રહ્યા છે. બંનેના લગ્ન ત્યાં જ થવા જઈ રહ્યા છે જ્યાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન થયા હતા, એટલે કે જોધપુરના ઉમેદ ભવનમાં. તમે પણ એ જાણીને ખુશ થઈ રહ્યા હશો કે આખરે આલિયા અને રણબીર લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે તો વધારે ખુશ ન થાઓ, કારણ કે આ કાર્ડ ફેક છે.

આ પણ જુઓઃ Diwali 2019: આ છે આ વર્ષના દિવાળી ટ્રેન્ડ્સ, તમે પણ કરો ટ્રાય

વાયરલ થઈ રહેલા કાર્ડમાં અનેક ખામીઓ છે. જે તે બતાવવા માટે પુરતા છે કે આ કાર્ડ ફેક છે. કાર્ડમાં આલિયાના પિતાનું નામ મહેશ ભટ્ટની જગ્યાએ મુકેશ ભટ્ટ લખ્યું છે. એટલે કે આલિયા ભટ્ટને મુકેશ ભટ્ટની દીકરી બતાવવામાં આવ્યું છે. કાર્ડમાં દુલ્હન એટલે કા આલિયા ભટ્ટના નામનો સ્પેલિંગ જ ખોટો છે. સાથે જ 22nd જાન્યુઆરીને 22th જાન્યુઆરી લખવામાં આવ્યું છે. હવે જાહેર છે કે આટલી ભૂલો સાથે છપાયેલું કાર્ડ સાચું તો ન જ હોય શકે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK