Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીર સામે હોય તો ડાયલોગ ભૂલી જાય છે આલિયા ભટ્ટ !

રણબીર સામે હોય તો ડાયલોગ ભૂલી જાય છે આલિયા ભટ્ટ !

10 February, 2019 03:54 PM IST |

રણબીર સામે હોય તો ડાયલોગ ભૂલી જાય છે આલિયા ભટ્ટ !

આલિયા ભટ્ટનો ખુલાસો

આલિયા ભટ્ટનો ખુલાસો


બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વચ્ચેના સંબંધો હવે જગજાહેર છે. પાછલા બે વર્ષથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. ફક્ત રણબીર કપૂર જ નહીં તેના મોમ-ડેડ રિશી કપૂર અને નીતુ કપૂર સાથે પણ આલિયા ભટ્ટનું બોન્ડિંગ શાનદાર છે. સમયાંતરે ફોટોમાં આ વાત સાબિત થતી રહી છે.

જો કે હવે આલિયા ભટ્ટે રણબીરને લઈને આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. આ ખુલાસો અન્ય કોઈએ નહીં પણ ખુદ આલિયા ભટ્ટે જ કર્યો છે. તાજેતરમાં ગલી બૉયના પ્રમોશનમાં વ્યસ્ત આલિયા ભટ્ટે કહ્યું કે કેટલીકવાર તે રણબીરની જબરજસ્ત એક્ટિંગ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.



તાજેતરમાં જ એક ઈવેન્ટમાં આલિયા ભટ્ટે કહ્યું કે હું રણબીર સામે એક્ટિંગ કરતી વખતે ડાયલોગ ભૂલી જાઉં છું. ગલી બૉયના પ્રમોશન દરમિયાન આલિયા ભટ્ટે રણબીર વિશે વાત કરતા રહ્યું કે હું એક્ટિંગ દરમિયાન મારી લાઈનો ક્યારેય નથી ભૂલતી, પણ જ્યારે રણબીર સામે એક્ટિંગ કરવાની વાત આવે તો પરિસ્થિતિ અલગ હોય છે. તેનું પર્ફોમ્ન્સ એટલું સહજ હોય છે કે હું બસ તેને જોતી જ રહું છું. રણબીરની આંખો સિમ્પલ અને પ્રામાણિક છે.


આ પણ વાંચોઃ કલંકમાં આલિયાના પર્ફોર્મન્સથી દર્શકો અભિભૂત થઈ જશે : વરુણ

ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટે કહ્યું હતું કે જો કોઈ છોકરીને રણબીર પર ક્રશ હોય તો તેનો મને કોઈ પ્રોબ્લેમ નથી. આલિયા ભટ્ટનું કહેવું છે કે કોઈ યુવતીને મારા બોયફ્રેન્ડ પર ક્રશ હોય તો મને તેની ખુશી છે.


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2019 03:54 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK