આલિયા ભટ્ટ અને રણબીર કપૂર કરી રહ્યા છે હનીમૂન ડેસ્ટિનેશન પ્લાન...

Published: Jan 27, 2020, 13:12 IST | Mumbai Desk

કપલ હનીમૂનની પ્લાનિંગ કરી રહ્યું છે અને હનીમૂન ડેસ્ટિનેશન નક્કી કરવામાં વ્યસ્ત છે. સ્પૉટબૉય પ્રમાણે, કપલ હનીમૂનની તૈયારી કરી રહ્યું છે.

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના સંબંધોને લઈને સતત ચર્ચાઓ થતી રહે છે. કેટલીય વાર લગ્નને લઈને સમાચાર આવતાં હોય છે, ગયા વર્ષે પણ લગ્નના સમાચાર આવ્યા હતા કે બન્ને ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે. માનવામાં આવી રહ્યું હતું કે વર્ષ 2019માં કપલ લગ્ન કરી શકે છે, જો કે એવું કંઇ થયું નહીં અને બન્ને ફરીથી આ વર્ષની શરૂઆતથી જ લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે.

હવે ચર્ચા થઈ રહી છે કે કપલ હનીમૂનની પ્લાનિંગ કરી રહ્યું છે અને હનીમૂન ડેસ્ટિનેશન નક્કી કરવામાં વ્યસ્ત છે. સ્પૉટબૉય પ્રમાણે, કપલ હનીમૂનની તૈયારી કરી રહ્યું છે. વેબસાઇટની એક રિપોર્ટ પ્રમાણે આલિયા અને રણબીર એક પર્ફેક્ટ હનીમૂન ડેસ્ટિનેશન શોધી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે કપલ સ્વિટ્ઝરલેન્ડ, ફિનલેન્ડ જેવી જગ્યા પર હનીમૂન માટે જઇ શકે છે.

 
 
 
View this post on Instagram

best boys (& good girl) 🌞💜

A post shared by Alia ☀️ (@aliaabhatt) onJan 1, 2020 at 11:38pm PST

તો, એ પણ માનવામાં આવી રહ્યું છે કે વર્ષ 2020 એટલે કે આ વર્ષે જ બન્ને એકબીજાના થઈ શકે છે. પહેલા પણ ચર્ચા હતી કે રણબીરના પેરેન્ટ્સે કૃષ્ણરાજ પ્રૉપર્ટીમાં પણ કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કરી દીધું છે, કારણકે માનવામાં આવી રહ્યું છે કે લગ્ન પછી પોસ્ટ વેડિંગ પૂજા પણ અહીં જ થવાની છે. જો કે, અત્યાર સુધી લગ્નને લઈને કોઇપણ ફેમિલીએ કંઇપણ રિએક્શન આપ્યું નથી.

આ પણ વાંચો : બોલીવુડ સિતારાઓએ કરી બીચની સાફસફાઇ....

એવામાં હજી લગ્નને લઈને પણ કેટલીય અટકળો આવી રહી છે. બન્નેના વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં દેખાશે. આલિયા અને રણબીર કપૂરની ઘણીવાર વેકેશન તસવીરો પણ આવતી રહે છે. તાજેતરમાં ઘણી તસવીરો સામે આવી હતી, જેમાં આલિયા અને રણબીર બોટમાં મસ્તી કરતાં દેખાયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK