આલિયા ભટ્ટ અને ધ દૂરબીનનું શાનદાર ગીત 'પ્રાડા' થયું રિલીઝ, જુઓ વીડિયો

Published: Aug 13, 2019, 15:37 IST | મુંબઈ

આલિયા ભટ્ટ અને ધ દૂરબીનનું ગીત પ્રાડા રિલીઝ થયું છે. જેમાં આલિયાના શાનદાર ડાન્સ મૂવ્સ જોઈ શકાય છે.

આલિયા ભટ્ટ અને ધ દૂરબીનનું શાનદાર ગીત 'પ્રાડા' થયું રિલીઝ
આલિયા ભટ્ટ અને ધ દૂરબીનનું શાનદાર ગીત 'પ્રાડા' થયું રિલીઝ

બોલીવુડની બબલી ગર્લ આલિયા ભટ્ટની ફિલ્મો જેટલી સફળ રહી છે એટલી જ તેમની ફિલ્મોના ગીત પણ હિટ થયા છે. હવે એક નવું ગીત રિલીઝ થયું છે જેમાં આલિયા ભટ્ટ શાનદાર ડાન્સ કરતી નજર આવી રહી છે. આ ગીતને જઈને કહી શકાય કે હવે તેમના ચાહકોને વધુ એક પાર્ટી સોંગ મળી ગયું છે.


ધ દૂરબીન બૉયઝ ઓમકાર અને બાબાના ગીતો અત્યાર સુધી તેમના ચાહકોને પસંદ આવતા રહ્યા છે. લેમ્બર્ગિની જેવા સુપરહિટ ગીતો આપનારા ધ દૂરબીન પોતાના નવા ગીતથી ધમાકેદાર વાપસી કરી ચુક્યા છે. તેમનું નવું ગીત પ્રાડા રિલીઝ થઈ ચુક્યું છું.જેમાં ખાસ કરીને આલિયા ભટ્ટ પણ નજર આવી રહી છે. આ ગીતમાં આલિયા ભટ્ટના ડાન્સ મૂવ્સ જોવા જેવા છે. તે ખૂબ જ દિલકશ લાગી રહી છે. જેકી ભગનાનીના રેકોર્ડ લેબલ 'જે જસ્ટ મ્યૂઝિક'ના પ્રસ્તુત 'પ્રાડા'માં ન માત્ર શાનદાર મ્યુઝિક છે પરંતુ બોલીવુડ દીવા આલિયા ભટ્ટ પણ નજર આવી રહી છે. આલિયાએ આ ગીતથી પોતાનું ડેબ્યૂ કર્યું છે.

આ પણ જુઓઃ Vyoma Nandi: આ ગુજરાતણની ઢોલીવુડથી લઈ ટોલીવૂડ સુધી છે બોલબાલા

જણાવવામાં આવી રહ્યું છે કે સંગીત પ્રેમીઓ માટે જે જસ્ટ મ્યૂઝિક, ઈન્ડિયન મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના સ્થાપિત કલાકારો અને ભવિષ્યના હોનહાર કલાકારોના મિશ્રણથી બનાવીને અલગ મ્યુઝિક લઈને આવનાર છે. જેકી ભગનાનીએ હાલમાં જ પોતાનું  મ્યુઝિક લેબલ લૉન્ચ કર્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK