'બર્ગર-પિઝ્ઝા' વાળા પાકિસ્તાનના ફેનને મળ્યા અલી ઝફર, જબરદસ્તી ખવડાવ્યો પિઝ્ઝા

Published: 4th July, 2019 19:43 IST | મુંબઈ

ભારત સામેની મેચમાં હાર્યા બાદ પાકિસ્તાનની ટીમ પર સવાલ ઉઠાવનાર ચાહકને અલી ઝફર મળ્યા અને તેની સાથે કાંઈક આવું કર્યું.

'બર્ગર-પિઝ્ઝા' વાળા પાકિસ્તાનના ફેનને મળ્યા અલી ઝફર
'બર્ગર-પિઝ્ઝા' વાળા પાકિસ્તાનના ફેનને મળ્યા અલી ઝફર

વર્લ્ડ કપમાં 16 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચેને હાઈ વૉલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને 89 રનોથી હરાવ્યું હતું. ભારત સામે મળેલી હાર બાદ આખા પાકિસ્તાનમાં શોકનો માહોલ હતો. પાકિસ્તાનના ચાહકોએ પોતાના ખેલાડીઓને ફટકાર પણ લગાવી હતી. ભારત સામે મળેલી શરમજનક હાર બાદ એક પાકિસ્તાની ચાહક મોમિન સાકિબના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં તેણે પોતાની ટીમની ફિટનેસ પર સવાલો ઉઠાવ્યા હતા. હવે તે ફેનને પાકિસ્તાનના એક્ટર-સિંગર અલી ઝફરે શોધી કાઢ્યો છે.

હાલમાં જ અલી ઝફરે આ પિઝ્ઝા બર્ગર વાળા ફેન, મોમિન સાકિબ સાથે એક વીડિયો શેર કર્યો. જે જોઈને તમે હસતા જ રહી જશો. વીડિયોમાં અલી મજાકિયા અંદાજમાં મોમિન પર કટાક્ષ કરતા નજર આવી રહ્યા છે. તે મોમિનને પકડીને પરાણે પિઝ્ઝા ખવડાવી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

 
 
 
View this post on Instagram

Burger 🍔 Pizza 🍕. Khaao shabash khaao @mominsaqib #CWC19 #burger #pizza #cricket #dangal @bilalbinsaqib

A post shared by Ali Zafar (@ali_zafar) onJun 30, 2019 at 4:40am PDT


વીડિયોથી ચર્ચામાં આવ્યો હતો ફેન
પાકિસ્તાનના આ ફેનનો વીડિયો થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. ત્યાં સુધી કે મહાનાયક અમિતાભ બચ્ચને પણ તેના વીડિયોને રીટ્વીટ કર્યો હતો. વીડિયોમાં પાકિસ્તાની યુવક મજાકિયા અંદાજમાં પોતાની ટીમને ઘેરતો નજર આવી રહ્યો છે અને કહે છે કે, 'મને ખબર પડી છે કે ગઈકાલે રાત્રે આ લોકો બર્ગર ખાતા હતા.  કાલે રાત્રે તેઓ પિઝ્ઝા ખાતા હતા. તેમની પાસે ક્રિકેટ છોડાવીને કુસ્તી લડાવો.' મોમીનનો આ ડાયલોગ ખૂબ જ લોકપ્રિય થયો અને તેમને આ જ નામથી ઓળખવામાં આવવા લાગ્યા.

 
 
 
View this post on Instagram

My Big B @bilalbinsaqib wiping off the tears 😥😭

A post shared by Momin Saqib (@mominsaqib) onJun 16, 2019 at 12:06pm PDT


તમને જણાવી દઈએ કે ઈન્ગલેન્ડમાં રહેતા મોમિન સાકિબ પોતાના વીડિયોના કારણે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં રહે છે. તેઓ કૉમેડિયન પણ છે. 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની હાર બાદ પણ તેમના વીડિયો ખૂબ જ વાયરલ થયા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK