ઘરમાં કામ કરનારાને અને ડ્રાઇવર્સને સમયસર પૈસા ચૂકવવા અપીલ કરી અલી ફઝલે

Published: Jul 09, 2020, 15:43 IST | Agencies | Mumbai

ઘરમાં કામ કરનારાને અને ડ્રાઇવર્સને સમયસર પૈસા ચૂકવવા અપીલ કરી અલી ફઝલે

અલી ફઝલ
અલી ફઝલ

અલી ફઝલે અપીલ કરી છે કે તમારા ઘરમાં કામ કરતા લોકોને અને ડ્રાઇવર્સને સમયસર પૈસા ચૂકવી દો. લૉકડાઉનને કારણે લોકોની આજીવિકાનો સવાલ ઊભો થયો છે. એવામાં અલી ફઝલે કહ્યું હતું કે ‘આ ખરેખર સંકટની ઘડી છે. મેં એક હૃદયને હચમચાવી નાખનાર વિડિયો જોયો હતો જેમાં એક વ્યક્તિને એપ્રિલથી પૈસા નથી ચૂકવવામાં આવ્યા. સાથે જ ઘરની જરૂરિયાત પૂરી કરવા માટે તેને કેવી સ્ટ્રગલ કરવી પડે છે. કોરોના કંઈ તેઓ નથી લઈ આવ્યા, પરંતુ આ બીમારી તો બહારથી આવેલા ધનવાનો દ્વારા વાઇરસના સંપર્કમાં આવવાથી ફેલાઈ છે. જે કંઈ પણ થયું છે એ બદનસીબી છે. જોકે એનું પરિણામ તેઓ શું કામ ભોગવે? તેમને પગાર તો નથી મળી રહ્યો, પરંતુ તેમને કામ પાછું મળશે કે નહીં એ પણ કંઈ નક્કી નથી. લૉકડાઉનને કારણે ખર્ચા ઘટી ગયા છે, કારણ કે લોકો પોતાની કાર નથી ચલાવી રહ્યા. હું એ લોકોને અપીલ કરું છું કે એ ભેગા થયેલા પૈસાથી તેઓ પોતાના ઘરમાં કામ કરતા હેલ્પર્સ, ડ્રાઇવર્સ અને સ્ટાફને પગાર ચૂકવે. આપણે હાલની ઘડીમાં એકબીજાની સાથે ઊભા રહેવાની જરૂર છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK