‘સબ કુશલ મંગલ’માં અક્ષય ખન્ના કૉમેડી કરતો જોવા મળશે. આ ફિલ્મ ૨૦૨૦ની ત્રીજી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મ દ્વારા પદ્મિની કોલ્હાપૂરેનો દીકરો પ્રિયાંક શર્મા અને ભોજપૂરી સ્ટાર રવી કિશનની દીકરી રીવા કિશન પણ બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે. ફિલ્મને નિતીન મનમોહનની વન અપ એન્ટરટેઇનમેન્ટ, અક્ષય ખન્ના અને અભિષેક જગદીશ જયસ્વાલ પ્રેઝન્ટ કરશે. ‘બાગપત કા દુલ્હા’નો ડિરેક્ટર કરણ કશ્યપ આ ફિલ્મને ડિરેક્ટ કરશે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના બાબા ભંડારીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ વિશે જણાવતાં અક્ષય ખન્નાએ કહ્યું હતું કે ‘મને આ ફિલ્મની સ્ટોરી અને મારુ પાત્ર ખૂબ જ પસંદ છે. સાથે જ ખરી બાબત એ પણ છે કે ફિલ્મમાં કૉમેડીને બળજબરી પૂર્વક સામેલ કરવામાં નથી આવી. સ્થિતિને અનુરૂપ કૉમેડી જોવા મળશે.’
અક્ષય કુમારે પત્ની ટ્વિંકલ ખન્નાને ગિફ્ટ કર્યા કાંદાવાળા એરિંગ્સ, મળ્યું આવું રિએક્શન
Dec 13, 2019, 12:03 ISTઍક્ટર અક્ષય ખન્નાએ છેલ્લા દોઢ મહિનામાં ૬ વેબ-સિરીઝની ના પાડી દીધી
Dec 04, 2019, 11:49 ISTમાસ્ટર શેફમાં જોવા મળશે અક્ષયકુમાર?
Dec 03, 2019, 10:59 ISTડિમ્પલ કાપડિયાની માતા બેટ્ટી કાપડિયાનું હોસ્પિટલમાં નિધન
Dec 01, 2019, 11:25 IST