અક્ષય-ટ્વિન્કલના ઘરે બીજા સંતાન તરીકે દીકરીનો જન્મ

Published: 25th September, 2012 07:47 IST

અક્કીએ આપેલા નિવેદનમાં જણાવ્યું કે બેબીગર્લ બિલકુલ તેની માતા અને નાની જેવી લાગે છેAkshay Kumar, Twinkle Khannaઅક્ષયકુમાર અને ટ્વિન્કલના ઘરે ગઈ કાલે સવારે સાડાછ વાગ્યે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં બીજા સંતાન તરીકે દીકરીનો જન્મ થયો છે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૧માં પરણેલાં અક્ષય અને ટ્વિન્કલને આ પહેલાં પણ આરવ નામનો દસ વર્ષનો દીકરો છે અને તેમની લાંબા સમયથી દીકરીનાં માતા-પિતા બનવાની ઇચ્છા હતી.

અક્ષય હાલમાં તેની ફિલ્મ ‘ઓહ માય ગૉડ’ના પ્રમોશન માટે અમદાવાદ અને પછી જયપુર ગયો હતો, પણ તેને જેવી ખબર પડી કે પત્ની ટ્વિન્કલને ડિલિવરી થવાની છે કે તરત જ તે તેની સાથે રહેવા માટે પાછો મુંબઈ આવી ગયો હતો. આ પહેલાં એક ઇન્ટરવ્યુમાં અક્ષયે પોતાના દિલની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘હું ફરી પિતા બનવાનો છું એ સમાચાર સાંભળીને હું બહુ ખુશ છું. આ સંતાન દીકરી છે કે દીકરો એની અમને ખબર નથી, પણ અમે ઇચ્છીએ છીએ કે આ સંતાન સ્વસ્થ હોય.’

દીકરીના જન્મ પછી અક્ષયે જાહેર કરેલી પ્રેસ-રિલીઝમાં તેણે માહિતી આપી છે કે ‘અમારા ઘરે દીકરીનો જન્મ થયો છે જે બિલકુલ તેની માતા અને નાની જેવી લાગે છે. મારી પાસે આ ખુશીની લાગણી વ્યક્ત કરવા માટે શબ્દો નથી. હું આર્શીવાદ અને શુભેચ્છા પાઠવનારી દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરું છું.’

તાજેતરમાં રાજેશ ખન્નાના અવસાનને પગલે ગમગીનીમાં ડૂબી ગયેલા પરિવારમાં આ બાળકીના જન્મને કારણે આનંદનું વાતાવરણ ફેલાઈ ગયું છે.


વિડીયોLoading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK