અક્કી કરીઅરમાં પહેલી વાર કામ કરશે હિરોઇન વગરની ફિલ્મમાં

Published: 13th August, 2012 06:32 IST

  ‘બૉસ’ નામની આ હોમ-પ્રોડક્શન મૂવીનું શૂટિંગ શરૂ થશે અમિતાભ બચ્ચનના બર્થ-ડેના દિવસથી

 

આ ૧૧ ઑક્ટોબરે અમિતાભ બચ્ચન સિત્તેર વર્ષ પૂરાં કરીને એકોતેરમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે અને આ દિવસથી જ અક્ષયકુમારે પોતાની નેક્સ્ટ હોમ-પ્રોડક્શન ફિલ્મ ‘બૉસ’નું શૂટિંગ શરૂ કરવાનું નક્કી કર્યું છે. અમિતાભ પ્રત્યેની પોતાની માનની લાગણી દેખાડવા માટે અક્ષયે શૂટિંગની શરૂઆત કરવા માટે આ દિવસની પસંદગી કરી છે. આ ફિલ્મમાં અક્કીનો રોલ ‘અગ્નિપથ’ના અમિતાભના ગૅન્ગસ્ટરના રોલ સાથે ભારે સામ્યતા ધરાવે છે અને રસપ્રદ વાત તો એ છે કે અક્કીની કરીઅરની આ પહેલી ફિલ્મ છે જેમાં કોઈ હિરોઇન નથી.


‘બ્લુ’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરનારા ડિરેક્ટર ટોની ડિસોઝાની આ મૂવીમાં સારા ગૅન્ગસ્ટર વિરુદ્ધ ખરાબ પોલીસ-ઇન્સ્પેક્ટરની વાર્તા છે. ફિલ્મમાં અક્ષય ગૅન્ગસ્ટરના રોલમાં છે જ્યારે ખરાબ પોલીસની ભૂૂમિકા માટે રોનિત રૉયને સાઇન કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં અક્ષયના પિતાના રોલમાં મિથુન ચક્રવર્તીને સાઇન કરવામાં આવ્યો છે. છેલ્લે અક્ષય અને મિથુન ૨૦૧૦માં રિલીઝ થયેલી ફ્લૉપ ફિલ્મ ‘ચાંદની ચૌક ટુ ચાઇના’માં  સાથે જોવા મળ્યા હતા.


આ ફિલ્મ વિશે વાત કરતાં અક્ષયની નજીકનો એક મિત્ર કહે છે, ‘ફિલ્મમાં અક્ષય સામે કોઈ હિરોઇનને સાઇન ન કરવાનો નર્ણિય સમજી-વિચારીને કરવામાં આવ્યો છે. ફિલ્મમાં અક્ષયનું પાત્રાલેખન જ એવું છે જેમાં હિરોઇન માટે કોઈ તક નથી. જોકે ફિલ્મમાં નવોદિત જોડી વચ્ચે રોમૅન્સ દેખાડવામાં આવશે. હકીકતમાં ૧૧ ઑક્ટોબરે અમિતાભની સાથોસાથ ફિલ્મના ડિરેક્ટર ટોની ડિસોઝા અને બીજા મહત્વના કલાકાર રોનિત રૉયનો પણ જન્મદિવસ હોવાને કારણે અક્ષયે આ દિવસથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK