અક્ષયકુમારની ‘સૂર્યવંશી’ દિવાળી દરમ્યાન રિલીઝ નહીં થાય. સાથે જ રણવીર સિંહની ‘83’ પણ પોસ્ટપોન કરવામાં આવી છે. રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટે અગાઉ જાહેરાત કરી હતી કે ‘સૂર્યવંશી’ દિવાળી દરમ્યાન અને ‘83’ ક્રિસમસ વખતે રિલીઝ કરવામાં આવશે. જોકે કોરોનાને કારણે લાગુ થયેલા લૉકડાઉનથી બધું જ ઠપ્પ થયું છે. 15 ઑક્ટોબરથી સિનેમા હૉલ્સ 50 ટકાની કૅપેસિટી સાથે શરૂ કરવાની સરકારે તાજેતરમાં જ જાહેરાત કરી હતી. રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટના ગ્રુપ સીઈઓ સિબાશિષ સરકારે કહ્યું હતું કે ‘એક બાબત તો સ્પષ્ટ છે કે અમે દિવાળી દરમ્યાન કોઈ ફિલ્મ નથી રિલીઝ કરવાના. હજી સુધી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. દિવાળી દરમ્યાન ફિલ્મ રિલીઝ કરવાની હાલમાં તો શક્યતા નથી. 15 ઑક્ટોબરથી થિયેટર્સ શરૂ થવાની તો શક્યતા લાગતી નથી. જો 1 નવેમ્બરે પણ થિયેટર્સ ઊઘડી જાય તો પણ માત્ર 10-15 દિવસની અંદર ફિલ્મ કઈ રીતે રિલીઝ કરી શકાય? અમને એ વાતની ખાતરી નથી કે ‘સૂર્યવંશી’ કે પછી ‘83’ની રિલીઝની
તારીખ બદલીએ કે પછી એક ફિલ્મની તારીખ જ બદલીએ. આ બાબત તો ડિસેમ્બરથી માર્ચ દરમ્યાન જ સ્પષ્ટ થશે. એ રિયલિસ્ટિક ટાઇમલાઇન છે.’
બાપ-દાદાની મિલકત કે ગડા ઇલેક્ટ્રૉનિક્સ કોની પસંદગી કરશે જેઠાલાલ
2nd March, 2021 14:27 ISTસંજય ગગનાની જણાવે છે પોતાની રીએન્ટ્રી વિશે
2nd March, 2021 12:43 ISTમન કી આવાઝ પ્રતિજ્ઞા 2માં અથર સિદ્દીકી નેગેટિવ રોલમાં
2nd March, 2021 12:40 ISTCONFIRMED: કાર્તિક આર્યને આપ્યા બ્રેકિંગ ન્યૂઝ, નેટફ્લિક્સ પર કરશે 'ધમાકા'
2nd March, 2021 12:26 IST