લવ-જેહાદના મુદ્દાને લઈને ટ્રોલ થયો અક્ષયકુમાર

Published: Oct 17, 2020, 19:51 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

સોશ્યલ મીડિયામાં #શેમઑનયુઅક્ષયકુમાર ટ્રેન્ડ થઈ રહ્યો છે

અક્ષયકુમાર
અક્ષયકુમાર

‘લક્ષ્મી બૉમ્બ’ના ટ્રેલરને જોઈને એનો વિરોધ દર્શાવવા સોશ્યલ મીડિયામાં #શેમઑનયુઅક્ષયકુમાર ટ્રેન્ડ થઈ રહ્યો છે. લોકોનું માનવું છે કે આ ફિલ્મમાં લવ-જેહાદને પ્રમોટ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ તનિષ્કની ઍડને પણ ટ્રોલ કરવામાં આવતા તેમને નમતું જોખવું પડ્યું હતું અને પોતાની ઍડ પાછી લેવી પડી હતી. હૉરર-કૉમેડી ‘લક્ષ્મી બૉમ્બ’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. લોકોને એ ખૂબ પસંદ પણ પડ્યું છે. જોકે કેટલાક લોકોને આ ટ્રેલર નથી ગમ્યું. રાઘવ લૉરેન્સના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં આસિફનું પાત્ર ભજવતો અક્ષયકુમાર પ્રિયાની ભૂમિકા ભજવતી કિઆરા અડવાણીના પ્રેમમાં હોય છે. બસ, આ જ વાત લોકોને ગળે નથી ઊતરી રહી. તેઓ અક્ષયકુમારને લઈને વાંધાજનક ટિપ્પણી કરી રહ્યા છે. સોશ્યલ મીડિયામાં લોકો કમેન્ટ કરી રહ્યા છે કે અક્ષયકુમાર લવ જેહાદને વધારી રહ્યો છે. તો અન્યએ લખ્યું કે સમજાતું નથી કે લોકો તેને શું કામ દેશભક્ત કહે છે. તો અન્યએ તો પૂછ્યું છે કે શું તમે ‘લક્ષ્મી બૉમ્બ’નું નામ બદલીને ‘સકીના બૉમ્બ’ રાખી શકશો?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK