અક્ષય કુમારની નાગરીકતાના વિવાદ પર આ ડિરેક્ટરે આપ્યું મોટુ નિવેદન

Published: May 13, 2019, 18:04 IST

અક્ષય પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તે દેશભક્તિ વાળી ફિલ્મો કરે છે, મોદીનો ઈન્ટરવ્યૂ કરે છે પરંતુ તેમની પાસે જ ભારતની નાગરિકતા નથી. જો કે અક્ષય કુમારને આ મામલે રોહિત શેટ્ટીનો સપોર્ટ મળ્યો છે.

અક્ષય કુમારની નાગરિકતા વિવાદને રોહિત શેટ્ટીનો સપોર્ટ
અક્ષય કુમારની નાગરિકતા વિવાદને રોહિત શેટ્ટીનો સપોર્ટ

બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર છેલ્લા કેટલાક દિવસથી તેની નાગરિકતાને લઈને ચર્ચામાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાલમાં અક્ષયે ઈન્ટરવ્યૂ કર્યો હતો. ત્યાર બાદ ચૂંટણી દરમિયાન મત ન આપતા તેમની નાગરિકતા સામે પ્રશ્નો ઉઠ્યા હતા. અક્ષય પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તે દેશભક્તિ વાળી ફિલ્મો કરે છે. મોદીનો ઈન્ટરવ્યૂ કરે છે. પરંતુ તેમની પાસે જ ભારતની નાગરિકતા નથી. જો કે અક્ષય કુમારને આ મામલે રોહિત શેટ્ટીનો સપોર્ટ મળ્યો છે.

આ વાત 2-3 દિવસ ચાલશે પછી બધા ભુલી જશે : રોહિત શેટ્ટી

સૂર્યવંશીના ડિરેક્ટર રોહિત શેટ્ટીએ કહ્યું હતું કે, અક્ષય કુમાર, અક્ષય કુમાર જ રહેશે. આ વાત 2-3 દિવસ ચાલશે. અક્ષય કુમાર વીર એપ્લિકેશન આઈડ્યાના ફાઉન્ડર છે. અક્ષય કુમાર ભારત કે વીર સિવાય પણ ઘણા કામ કરે છે. બસ એમની આદત છે કે તેમને પબ્લિસીટી કરવાનું પસંદ નથી. આ વાત 2-3 દિવસ ચાલશે પછી કોઈને યાદ પણ નહી રહે. રોહિતે વધુમાં કહ્યું હતું કે, હું પણ અહિયા છું તમે પણ અહિયા છો, 48 કલાક પછી મને ફોન કરજો. આવનારા 48 કલાકમાં નવો બકરો બની જશે અને કઈક નવું જોવા મળશે.

આ પણ વાંચો: નાગરિકત્વની કન્ટ્રોવર્સીમાં કિરેન રિજીજુનો સપોર્ટ મળતાં આભાર માન્યો અક્ષયકુમારે

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં યોજાયેલ મતદાનમાં અક્ષય કુમાર મત આપ્યો ન હતો. જેના કારણે અક્ષય કુમારની નાગરિકતા પર અનેક સવાલો ઉઠ્યા હતા. અક્ષય કુમારે સ્પષ્ટતા કરી હતી કે તેમની પાસે કેનેડાની નાગરિકતા છે. જેના પછી તેમની નાગરિકને લઈને હોબાળો મચ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK