Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Box Office clashes 2020: સલમાન, અક્ષય અને આમિરની ફિલ્મો હશે સામસામે

Box Office clashes 2020: સલમાન, અક્ષય અને આમિરની ફિલ્મો હશે સામસામે

06 November, 2019 09:15 PM IST | Mumbai Desk

Box Office clashes 2020: સલમાન, અક્ષય અને આમિરની ફિલ્મો હશે સામસામે

Box Office clashes 2020: સલમાન, અક્ષય અને આમિરની ફિલ્મો હશે સામસામે


અક્ષય કુમાર આવતાં વર્ષે તે કરવા જઈ રહ્યો છે, જેને કરતાં પહેલા બોલીવુડના તમામ સિતારા બે વાર વિચારે છે. અક્ષય, 2020માં સલમાન ખાન અને આમિર ખાન સામે બૉક્સ ઑફિસ પર ટક્કર લેવા જઈ રહ્યો છે. તે પણ એવી તારીખો પર, જે આ બન્ને સિતારાઓની ફેવરિટ છે. અક્ષય ઈદ પર સલમાન ખાન સાથે તો ક્રિસમસ પર આમિર ખાન સામે જબરજસ્ત ટક્કર લેશે.

ઈદ પર રાધે સામે લક્ષ્મી બૉમ્બ આવતા વર્ષે ઈદ પર અક્ષય કુમારની લક્ષ્મી બૉમ્બ, સલમાન ખાનની રાધે સામે ટકરાશે. ખાસ વાત એ છે કે આ બન્ને ફિલ્મોના નિર્દેશક દક્ષિણ ભારતીય સિનેમામાંથી આવે છે. અને બન્ને ફિલ્મો રીમેક છે. લક્ષ્મી બૉમ્બનું નિર્દેશન રાઘવ લૉરેન્સ કરી રહ્યા છે. આ ફિલ્મ તામિલ ફિલ્મ કાંચની રીમેક છે. તો રાધેના નિર્દેશનની કમાન પ્રભુદેવાના હાથોમાં છે. આ ફિલ્મ કોરિયાઈ ફિલ્મની રિમેક કહેવામાં આવી રહી છે.



ક્રિસમસ પર બચ્ચન પાંડે સામે લાલ સિંહ ચડ્ઢા
અક્ષય કુમારની બીજી ટક્કર આમિર ખાન સાથે થશે. ક્રિસમસ પર અક્ષય પોતાની ફિલ્મ બચ્ચન પાંડે લઈને આવી રહ્યો છે, જેની જાહેરાત તેણે થોડાંક મહિના પહેલા કરી હતી. આફિલ્મના નિર્દેશક ફરહાદ સામજી છે, જેમણે હાઉસફુલમાં અક્ષયને ડાયરેક્ટ કર્યા છે. ફિલ્મમાં અક્ષયની લીડિંગ લેડી કૃતિ સેનન જ હશે.


તો બીજી તરફ આમિર ખાને પોતાની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાની ક્રિસમસ રિલીઝની જાહેરાત કરી છે, જે હોલીવુડ ફિલ્મ ફૉરેસ્ટ ગ્રમ્પથી પ્રેરિત છે. આમિરે તેના ટાઇટલનો લોગો શૅર કરવાની સાથે ક્રિસમસ પર રિલીઝની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં કરીના કપૂર ફીમેલ લીડ રોલમાં છે.

અક્ષય કુમાર હાલ બૉક્સ ઑફિસ પર સફળતાના નવા શિખરો સર કરી રહી છે. આ વર્ષે તેની ત્રણ ફિલ્મો રિલીઝ થઈ છે અને ત્રણે ખૂબ જ સફળ રહી છે. કેસરીએ 153 કરોડનું કલેક્શન કર્યું હતું, મિશન મંગલે 200.16 કરોડનું અને હાલ હાઉસફુલ 4 પણ સારું પ્રદર્શન કરતાં 200 કરોડ ક્લબ તરફ આગળ વધી રહી છે.


આ પણ વાંચો : હાર્દિક પંડ્યા અને નતાશાએ માણી ડિનર ડેટ, જુઓ તસવીરો

અક્ષયની આ વર્ષે ચોથી રિલીઝ ગુડ ન્યૂઝ હશે, જે 27 ડિસેમ્બરને સિનેમાઘરોમાં પહોંચશે. આ પહેલા 20 ડિસેમ્બરને સલમાન ખાનની દબંગ 3 રિલીઝ થઈ ચૂકી હશે. આ પહેલા 15 ઑગસ્ટના અવસરે અક્ષ. કુમાર અને જૉન અબ્રાહમની ફિલ્મો મિશન મંગલ અને બાટલા હાઉસની ટક્કરનો આ સિલસિલો 2020માં પણ ચાલું રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

06 November, 2019 09:15 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK