અક્ષય કુમાર જલ્દી જ તોડશે સસરા રાજેશ ખન્નાનો આ બૉક્સ ઑફિસ રેકોર્ડ

Published: Aug 21, 2019, 15:50 IST | મુંબઈ

અક્ષય કુમાર જલ્દી જ તોડશે રાજેશ ખન્નાનો આ રેકોર્ડ. જે અત્યાર સુધી અમિતાભ બચ્ચને પણ નથી તોડી શક્યા.

અક્ષય કુમાર જલ્દી જ તોડશે સસરા રાજેશ ખન્નાનો આ બૉક્સ ઑફિસ રેકોર્ડ
અક્ષય કુમાર જલ્દી જ તોડશે સસરા રાજેશ ખન્નાનો આ બૉક્સ ઑફિસ રેકોર્ડ

હિન્દી સિનેમાના પહેલા સુપર સ્ટાર કહેવાતા રાજેશ ખન્નાએ પોતાના કરિઅરના શરૂઆતના સમયમાં જ એવો રેકૉર્ડ બનાવ્યો હતો, જેને આજ સુધી કોઈ તોડી નથી શક્યું. ત્યાં સુધી કે સદીના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન પણ રાજેશ ખન્નાના એ રેકૉર્ડની બરાબરી નથી કરી શક્યા. પરંતુ હવે, રાજેશ ખન્નાનો આ રેકૉર્ડ જમાઈ અક્ષય કુમાર તોડી શકે છે.

રાજેશ ખન્નાએ 1969 થી 1971થી વચ્ચે, માત્ર 2 વર્ષમાં સતત 15 હિટ ફિલ્મ આપી હતી. આ જ રેકોર્ડ છે જે અત્યાર સુધી તૂટ્યો નથી. જો કે હિટ અને સુપરહિટ ફિલ્મો અનેક સિતારાઓએ આપી, પરંતુ એ રેકૉર્ડ નથી તૂટ્યો. જો વાત અક્ષય કુમારની કરીએ તો, મિશન મંદલને મળીને તે સતત 10 હિટ ફિલ્મો આપી ચુક્યા છે, એટલે કે રાજેશ ખન્નાની 15 ફિલ્મોનો રેકૉર્ડ તોડવા માટે તેમને 6 વધુ ફિલ્મો જોઈએ, જે બૉક્સ ઑફિસ પર હિટ રહે.

જો કે, અક્ષયને સતત 16 હિટ ફિલ્મો આપવા માટે અક્ષય કુમારને સતત વધુ સમય લાગી રહ્યો છે. અક્ષયની હિટ ફિલ્મોનો સિલસિલો 2016માં એરલિફ્ટથી શરૂ થયો હતો, જેણે બૉક્સ ઑફિસ પર 129 કરોડનું કલેક્શન કરી સુપર હિટનો દરજ્જો મેળવ્યો. હાઉસફુલ 3એ લગભગ 108 કરોડનું કલેક્શન કર્યું અને સફળ રહી. 2017માં જૉલી એલએલબી 2 અને ટૉયલેટ એક પ્રેમ કથા હિટ રહી. 2018માં પેડમેન, ગોલ્ડ અને 2.0ને હિટ જાહેર કરવામાં આવી રહી છે.

આ પણ જુઓઃ પ્રેમના રંગે રંગાઈ સિંગર ઐશ્વર્યા મજમુદાર, આ ફોટોઝ છે સાબિતી

2019માં અક્ષયની કેસરી હિટ રહી હતી અને મિશન મંગલ 114 કરોડથી વધુનો બિઝનેસ કરી ચુકી છે. હવે અક્ષયની હાઉસફુલ 4 અને ગુડ ન્યૂઝ આવવાની છે, જે બૉક્સ ઑફિસ પર સફળ થાય તેવી પુરી આશા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK