ફિલ્મો બાદ હવે આ ક્ષેત્રમાં અક્ષય કુમાર કરશે ડેબ્યૂ, આ હશે નવું કામ

Published: Nov 04, 2019, 19:26 IST | મુંબઈ ડેસ્ક

અભિનેતા તરીકે જાણીતા અક્ષય કુમાર મયૂઝિક વીડિયોમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે, જેનાથી મ્યૂઝિકના ક્ષેત્રમાં પણ પોતાનું એક ખાસ સ્થાન બનાવી લેશે.

બોલીવુડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમારનું નામ વર્સેટાઇલ એક્ટર્સમાં આવે છે. અક્ષય કુમારે ઇન્ડસ્ટ્રીને કેટલીય કૉમેડી, એક્શન, ડ્રામા સહિત અનેક જૉનરની ફિલ્મો આપી છે. તાજેતરમાં જ તેની ફિલ્મોએ લોકોના વખાણ મેળવવાની સાથે સાથે બૉક્સ ઑફિસ પર પણ જબરજસ્ત પ્રદર્શન કર્યું છે. હવે અભિનેતા તરીકે જાણીતા અક્ષય કુમાર મયૂઝિક વીડિયોમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે, જેનાથી મ્યૂઝિકના ક્ષેત્રમાં પણ પોતાનું એક ખાસ સ્થાન બનાવી લેશે.

 
 
 
View this post on Instagram

Whether it’s 2009 or 2019, want to know how to maintain the same energy levels? Watch and #RAHOCHARGED

A post shared by Akshay Kumar (@akshaykumar) onNov 4, 2019 at 1:25am PST

મુંબઇ મિરરની રિપોર્ટ પ્રમાણે અક્ષય કુમાર બી પાર્ક સાથે કામ કરવાનો છે, જેણે ઐતિહાસિક ફિલ્મ કેસરીમાં 'તેરી મિટ્ટી' ગીત ગાયું હતું. હવે બી પાર્કનું વધુ એક ગીત આવવાનું છે, જેનું નામ છે ફિલહાલ અને આ ગીતને ગીતકાર જાનીએ લખ્યા છે. આ અક્ષય કુમાર ડેબ્યૂ મ્યૂઝિક વીડિયો હશે. જેમાં પંજાબી સિંગર અને એક્ટર એમી વર્ક અને નુપુર સનન જોવા મળશે.

પોતાના આ નવા કામને લઈને અક્ષય કુમારે કહ્યું, "આ પહેલા કેસરીમાં તેરી મિટ્ટી ગીતમાં બી પાર્ક સાથે કામ કર્યા પછી મને 'ફિલહાલ' માટે તૈયાર થવામાં વધારે સમય ન લાગ્યો." સાથે જ અક્ષયે બી પ્રાક અને જાની સાથે પોતાના અનુભવ શૅર કરતાં કહ્યું કે, "જ્યારે હું જાનીને મળ્યો તો તેમણે મને જણાવ્યું કે તેમનો અત્યાર સુધીનો સૌથી સરસ લખેલું ગીત છે."

આ પણ વાંચો : Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો

સાથે જ અક્ષયે કહ્યું કે સારા અવાજ અને લિરિક્સની સાથે મારો મ્યૂઝિક વીડિયો ડેબ્યૂ થયો છે. જણાવીએ કે તાજેતરમાં જ અક્ષયની 'હાઉસફુલ 4' રિલીઝ થઈ હતી, જેમાં અક્ષય કુમાર સાથે બીજા ઘણાં સ્ટાર્સ પણ છે. દિવાળીના અવસરે રિલીઝ થયેલી ફિલ્મ હાઉસફુલ 4 બૉક્સ ઑફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK