આજનો દિવવસ આખા દેશમાં હિન્દી દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે અને જ્યાં વાત સેલિબ્રેશનની છે તો બોલીવુડ સિતારા આમાં હંમેશાં આગળ રહે છે. બોલીવુડના ઘણાં સિતારાઓએ હિન્દી ભાષાના સન્માનમાં હ્રદયસ્પર્શી વાતો લખી છે, જેમાં ધર્મેન્દ્રથી લઈને અક્ષય કુમાર સુધીના સિતારા સામેલ છે.
Har Bhash se mohabbat hai ..... आप के धर्म ने हिंदी का भी जी भर के आनंद लिया 🙏 pic.twitter.com/g51LmaQTsz
— Dharmendra Deol (@aapkadharam) September 14, 2020
બોલીવુડના લેજેન્ડ અભિનેતા ધર્મેન્દ્રએ આ ખાસ અવસરે પોતાની આઇકૉનિક ફિલ્મ 'ચુપકે ચુપકે'નો એક સરસ સીન શૅર કર્યો અને લખ્યું કે, "દરેક ભાષા પ્રત્યે પ્રેમ છે, તમારા ધર્મએ હિન્દીનો પણ ભરપૂર આનંદ માણ્યો છે."
मेरे माता पिता ने मुझे हमेशा सिखाया कि उस भाषा का सदा सम्मान करो जिसमें तुम सोचते हो और सपने देखते हो। मेरे लिए वो भाषा हिंदी है। जीवन में मेरे सपने हिंदी फ़िल्मों के माध्यम से ही सच हुए। हिंदी में अपने विचारों को अभिव्यक्त कर पाने पर मुझे गर्व है। #हिंदी_दिवस की शुभकामनाएँ 🙏🏻
— Akshay Kumar (@akshaykumar) September 14, 2020
તે ભાષાનું હંમેશાં સન્માન કરો જેમાં તમે વિચારો છો
અક્ષય કુમારે ટ્વીટ કરીને લખ્યું છે કે, "મારા પિતાએ મને હંમેશાં શીખવ્યું છે કે તે ભાષાનું હંમેશાં સન્માન કરવું જેમાં તમે વિચારો છો અને સપના જુઓ છો. મારી માટે તે ભાષા હિન્દી છે. જીવનમાં મારા સપના હિન્દી ફિલ્મોના માધ્યમે હકીકત બન્યા છે. હિન્દીમાં મારા વિચારો અભિવ્યક્ત કરી શકું છું તે માટે મને ગર્વ છે. હિન્દી દિવસની શુભેચ્છાઓ."
आप सभी को हिन्दी दिवस की हार्दिक शुभकामनाएँ। जय हिन्द। 🙏 #हिंदीदिवस #हिंदी pic.twitter.com/IYfOMt7hGo
— Anupam Kher (@AnupamPKher) September 14, 2020
હિન્દી દિવસની શુભેચ્છાઓ
બોલીવુડ એક્ટર અનુપમ ખેરે પણ હિન્દીમાં પોતાની વાત મૂકતાં એક વીડિયો શૅર કર્યો છે. અનુપમ ખેરે લખ્યું છે કે, "તમને બધાંને હિન્દી દિવસની હાર્દિક શુભેચ્છાઓ. જય હિન્દ."
T 3659 - आज 'हिंदी दिवस' पे अनेक अनेक शुभकामनाएँ !
— Amitabh Bachchan (@SrBachchan) September 14, 2020
भारत के कोने कोने में विभिन्न भाषाएँ हैं और सब की सब प्रबल हैं और सबका अपना अपना प्रबल स्थान है ! 🙏
सारे जहां से अच्छा हिंदुस्तान हमारा ! 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
અમિતાભ બચ્ચને લખ્યું - સારે જહાં સે અચ્છા હિંદુસ્તાન હમારા
મોટાભાગે હિન્દીમાં ટ્વીટ કરનારા અમિતાભ બચ્ચને પણ હિન્દી દિવસના અવસરે એક સ્પેશિય ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, "આજે હિન્દી દિવસે અનેક અનેક શુભેચ્છાઓ. ભારતના ખૂણે-ખૂણે વિભિન્ન ભાષાઓ છે અને દરેકેદરેક પ્રબળ છે અને બધાંનું પોત-પોતાનું પ્રબળ સ્થાન છે. સારે જહાં સે અચ્છા હિંદુસ્તાન હમારા."
हिंदी दिवस पर सभी हिंदी भाषी और हिंदी को प्रेम करने वालों को हार्दिक शुभकामनाएँ !!! 🙏🙏🌟🌟🌈
— manoj bajpayee (@BajpayeeManoj) September 14, 2020
મનોજ બાજપાઇએ હિન્દી દિવસ પર આપી વધામણી
आज #हिंदी_दिवस की सभी को शुभकामनाएँ।
— Sidharth Malhotra (@SidMalhotra) September 14, 2020
સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ કર્યું ટ્વીટ
વરૂણ અને નતાશાના લગ્નના વેન્યૂની તસવીર વાઈરલ, 1 દિવસનું છે આટલું ભાડુ
23rd January, 2021 17:50 ISTShahrukh Khanની પુત્રી સુહાના ફ્રેન્ડ સાથે પૂલમાં મસ્તી કરતી આવી નજર, જુઓ
23rd January, 2021 17:05 ISTThackeray ફિલ્મ માટે નવાઝુદ્દીન સિદ્દીકી અને અમ્રિતા રાવ પહેલી પસંદ નહોતા
23rd January, 2021 16:15 ISTસિંગર નરેન્દ્ર ચંચલનું ૮૦ વર્ષની ઉંમરે થયું નિધન
23rd January, 2021 16:09 IST