Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષય કુમાર અને કંગના રાનોટની દિવાળીમાં થશે જોરદાર જંગ

અક્ષય કુમાર અને કંગના રાનોટની દિવાળીમાં થશે જોરદાર જંગ

09 September, 2019 05:23 PM IST | મુંબઈ

અક્ષય કુમાર અને કંગના રાનોટની દિવાળીમાં થશે જોરદાર જંગ

અક્ષય કુમાર અને કંગના રાનોટ

અક્ષય કુમાર અને કંગના રાનોટ


વર્ષ 2020ની દિવાળી ધમાકેદાર થવા જઈ રહી છે. આ અવસર પર ફિલ્મ અભિનેત્રી કંગના રાનોટ અને અભિનેતા અક્ષય કુમારની ફિલ્મો એકબીજા સાથે બૉક્સ ઑફિસ પર જંગ લડવા જઈ રહી છે. આ દિવાળી પર કંગના રાનોટની ધાકડ અને અક્ષય કુમારની પૃથ્વીરાજ રિલીઝ થવાની છે.

પહેલા 2020ની દિવાળી પર કરણ જોહરની ફિલ્મ તખ્ત રિલીઝ થવાની હતી પરંતુ એની ફિલ્મમાં વિલંબના કારણે આ ડેટ પર કંગના રાનોટની ફિલ્મ ધાકડ રિલીઝ થવાની વાત સામે આવી હતી.




હવે અક્ષય કુમારના જન્મદિવસ પર ફિલ્મ નિર્માણ કંપનીઓ એની ફિલ્મ પૃથ્વીરાજનું ટીઝર જાહેર કરી એ જ દિવસે આવવાની ઘોષણા કરી છે.


કંગના રાનોટની ફિલ્મ ધાકડ એક મહિલા પ્રધાન એક્શનથી ભરપૂર ફિલ્મ છે. ત્યા આ દિવાળી પર રિલીઝ થનારી ફિલ્મ પૃથ્વીરાજ બહાદુર રાજપૂર યૌદ્ધા રાજા, પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત ફિલ્મ છે. આદિત્ય ચોપડાની યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત ફિલ્મ પૃથ્વીરાજનું નિર્દેશન ડૉ ચંદ્રપ્રકાશ દ્વિવેદી કરવાના છે. જેમણે આની પહેલા ટેલિવિઝન સીરીઝ 'ચાણક્ય' અને 'પિંજર'ની શૂટિંગ કરી છે.

છેલ્લા વર્ષે એમની લાંબા સમયથી વિવાદિત ફિલ્મ મોહલ્લા અસ્સી છેલ્લે નવેમ્બરમાં રિલીઝ થઈ. પૃથ્વીરાજની સાથે 12 વર્ષ બાદ યશરાજ ફિલ્મ્સની સાથે અક્ષય કુમારની પહેલી ફિલ્મ રહેશે. 2008માં એમણે ફિલ્મ ટશન કરી હતી. અક્ષય હાલમાં જ સારાગઢીના અવિશ્વસનીય યુદ્ધ પર આધારિત ફિલ્મ કેસરી સાથે જ અક્ષય કુમારે ઐતિહાસિક વિષયો પર આધારિત ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો : અક્ષય કુમારની એક વર્ષની કમાણી જાણીને થઈ જશો હેરાન, હોલીવુડ સ્ટાર્સ પણ છે પાછળ

આ એક રસપ્રદ મુકાબલો જોવા મળશે કારણકે પૃથ્વીરાજ અને ધાકડ બન્ને મોટી ફિલ્મો છે અને બન્ને બૉક્સ ઑફિસ પર સારી કમાણી કરી શકે છે. ધાકડનું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે અને આ એક એવી ફિલ્મ લાગી રહી છે જેમાં ભરપૂર એક્શન રહેશે. જ્યાં પૃથ્વીરાજમાં અક્ષય અને ભવ્ય સેટ દર્શકો માટે આવતી દિવાળી ખાસ બની જશે.

Whatsapp-channel Whatsapp-channel

09 September, 2019 05:23 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK