Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉલીવુડમાં મારા શરૂઆતના દિવસોમાં અક્ષયકુમારે સપોર્ટ કર્યો હતો : કૅટરિના

બૉલીવુડમાં મારા શરૂઆતના દિવસોમાં અક્ષયકુમારે સપોર્ટ કર્યો હતો : કૅટરિના

14 March, 2020 02:43 PM IST | Mumbai Desk

બૉલીવુડમાં મારા શરૂઆતના દિવસોમાં અક્ષયકુમારે સપોર્ટ કર્યો હતો : કૅટરિના

કેટરિના કૅફ

કેટરિના કૅફ


કૅટરિના કૈફે જણાવ્યું હતું કે તેણે જ્યારે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી ત્યારે અક્ષયકુમારે તેને ખૂબ સપોર્ટ કર્યો હતો. કૅટરિના અને અક્ષયકુમાર ‘હમકો દીવાના કર ગએ’, ‘નમસ્તે લંડન’, ‘વેલકમ’, ‘સિંઘ ઇઝ કિંગ’, ‘દે દના દન’ ‘બ્લુ’ અને ‘તીસ માર ખાન’માં સાથે જોવા મળ્યાં હતાં. આ બન્ને ફરી એક વાર રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’માં સાથે જોવા મળશે. આ ફિલ્મના પ્રમોશન દરમ્યાન અક્ષયકુમારની પ્રશંસા કરતાં કૅટરિનાએ કહ્યું હતું કે ‘બૉલીવુડમાં મેં જ્યારે એન્ટ્રી કરી હતી એ વખતે અક્ષયકુમારે એક કો-સ્ટાર તરીકે મને ભરપૂર સપોર્ટ આપ્યો હતો. એ માટે હું અક્ષયકુમારની આભારી છું. હું જ્યારે પણ શૉટ આપતી તો તે હંમેશાં મારી પડખે ઊભો રહેતો અને મને પ્રોત્સાહન આપતો હતો. તેના ફીડબૅકને કારણે મારી ઍક્ટિંગ સ્કિલ્સમાં ઘણો સુધારો આવ્યો હતો. હું એટલું જરૂર કહીશ કે એ સમયમાં તે કેટલાક ઍક્ટર્સમાંનો એક હતો જેણે મારા પર વિશ્વાસ રાખ્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2020 02:43 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK