Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સારા સાથે અતરંગી રેનું શૂટિંગ શરૂ કર્યું અક્ષયકુમારે

સારા સાથે અતરંગી રેનું શૂટિંગ શરૂ કર્યું અક્ષયકુમારે

05 December, 2020 05:06 PM IST | Mumbai
Agencies

સારા સાથે અતરંગી રેનું શૂટિંગ શરૂ કર્યું અક્ષયકુમારે

સારા સાથે અતરંગી રેનું શૂટિંગ શરૂ કર્યું અક્ષયકુમારે

સારા સાથે અતરંગી રેનું શૂટિંગ શરૂ કર્યું અક્ષયકુમારે


સારા અલી ખાન સાથે અક્ષયકુમારે ‘અતરંગી રે’નું શૂટિંગ શરૂ કર્યું છે. ડિરેક્ટર આનંદ એલ. રાયની આ ફિલ્મમાં ધનુષ પણ જોવા મળશે. ફિલ્મને એ. આર. રહમાને મ્યુઝિક આપ્યું છે અને ગીત ઇર્શાદ કામિલે લખ્યાં છે. આ ફિલ્મને અક્ષયકુમાર, ટી-સિરીઝ અને કલર યલો પ્રોડક્શન્સે સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મના સેટ પરનો ફોટો અક્ષયકુમારે શૅર કર્યો છે. ફોટોમાં અક્ષયકુમાર અને સારા દેખાઈ રહ્યાં છે. ફોટોમાં સારા અને અક્ષયકુમાર ખૂબ જ ખુશ દેખાઈ રહ્યાં છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘ચહેરા પર આ ત્રણ શબ્દો ‘લાઇટ્સ, કૅમેરા, ઍક્શન’ આનંદ લઈને આવે છે. આનંદ એલ. રાયની ‘અતરંગી રે’નું શૂટિંગ શરૂ કર્યું છે. તમારા સૌના પ્રેમ અને શુભેચ્છાની જરૂર છે. ફિલ્મમાં મ્યુઝિક એ. આર. રહમાને આપ્યું છે અને સ્ટોરી હિમાંશુ શર્માએ લખી છે.’
આ જ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી કે ‘ફિલ્મ ‘અતરંગી રે’ વધુ રંગીન બની ગઈ છે. અક્ષયકુમાર સાથે કામ કરીને ગર્વ અનુભવું છું, એક્સાઇટેડ અને આભારી છું કે તમારી સાથે કામ કરું છું.’

રામ સેતુનું શૂટિ‍ંગ કરવા અયોધ્યા જશે અક્ષયકુમાર?



અક્ષયકુમાર તેની આગામી ફિલ્મ ‘રામ સેતુ’નું શૂટિંગ કરવા અયોધ્યા જાય એવી ચર્ચા છે. અક્ષયકુમાર અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની તાજેતરમાં જ મુંબઈમાં મુલાકાત થઈ હતી. યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં ફિલ્મમેકિંગને પ્રમોટ કરવાની વાત કહી છે. આ જ કારણ છે કે અભિષેક શર્માના ડિરેક્શનમાં બનનારી આ ફિલ્મને અયોધ્યામાં શૂટિંગ કરવાની અક્ષયકુમાર પ્લાનિંગ કરી રહ્યો છે. આ ફિલ્મને તે પ્રોડ્યુસ પણ કરશે. ફિલ્મ વિશે વધુ માહિતી મળી શકી નથી.


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2020 05:06 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK