Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Mission Mangal Collection 10 day : જન્માષ્ટમી પર્વ પર રેકોર્ડ કમાણી કરી

Mission Mangal Collection 10 day : જન્માષ્ટમી પર્વ પર રેકોર્ડ કમાણી કરી

25 August, 2019 01:39 PM IST |

Mission Mangal Collection 10 day : જન્માષ્ટમી પર્વ પર રેકોર્ડ કમાણી કરી

Mission Mangal Collection 10 day : જન્માષ્ટમી પર્વ પર રેકોર્ડ કમાણી કરી


અક્ષય કુમારની મિશન મંગલ બોક્સ ઓફિસ પર ધમાલ કરી રહી છે. એક પછી એક એક રેકોર્ડ બનાવી રહી છે મિશન મંગલ. ફિલ્મને શુક્રવારે જન્માષ્ટમીના વિકેન્ડનો જોરદાર લાભ મળ્યો છે. ફિલ્મની કમાણીમાં ધમાકેદાર ઉછાળો આવ્યો છે. અક્ષય કુમારની ફિલ્મ કેસરી જે 150 કરોડ કરતા વધારે કમાણી કરી હતી. મિશન મંગલ કેસરીનો રેકોર્ડ તોડી શકે છે. અક્ષય કુમારની મિશન મંગલે 5માં દિવસે જ 100 કરોડ ક્લબમાં સામેલ થઈ હતી.

મિશન મંગલ મલ્ટીસ્ટારર ફિલ્મ છે, જેમાં અક્ષયકુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નૂ, કીર્તિ કુલહારી અને સોનાક્ષી સિંહા લીડ રોલમાં છે. મિશન મંગલ રિલીઝના 10 દિવસ સુધીમાં 141 કરોડની કમાણી કરી લીધી છે. મિશન મંગલ 150 કરોડનો આંકડો ટૂક સમયમાં વટાવી જશે. ફિલ્મમાં ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા કઈ રીતે વિપરિત પરીસ્થિતિઓમાં મંગળ ગ્રહ પર મંગળયાન મોકલવામાં આવ્યું તે દર્શાવવામાં આવ્યું છે. માત્ર આશરે 450 કરોડના ખર્ચે કઈ રીતે પહેલી જ વારમાં ઈસરોના વૈજ્ઞાનિકોએ ઈતિહાસ રચ્યો તેની સ્ટોરી દર્શાવાઈ છે. આ ફિલ્મ સ્વતંત્રતા દિવસે 15 ઓગસ્ટે રિલીઝ થઈ હતી. આ દિવસે જૉન અબ્રાહમની ફિલ્મ બાટલા હાઉસ પણ રિલીઝ થઈ હતી. હાલ બોક્સ ઓફિસ પર આ બંને ફિલ્મો વચ્ચે હરિફાઈ ચાલી રહી છે.



મિશન મંગલ પહેલા જ દિવસે 29.16 કરોડ રૂપિયાની કમાણી કરનારી આ ફિલ્મ 2019માં સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મોના લિસ્ટમાં બીજા નંબરે છે. રવિવારે રજા હોવાને કારણે ફિલ્મે પોતાનું કલેક્શન જાળવી રાખ્યું હતું. પહેલા રવિવારે ફિલ્મે 15 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. રિલીઝના 5માં દિવસે જ ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 August, 2019 01:39 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK