Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Housefull 4: ફિલ્મ રિવ્યૂ, જાણો મળ્યા કેટલા સ્ટાર

Housefull 4: ફિલ્મ રિવ્યૂ, જાણો મળ્યા કેટલા સ્ટાર

25 October, 2019 09:40 PM IST | મુંબઈ ડેસ્ક
પરાગ છાપેકર

Housefull 4: ફિલ્મ રિવ્યૂ, જાણો મળ્યા કેટલા સ્ટાર

Housefull 4: ફિલ્મ રિવ્યૂ, જાણો મળ્યા કેટલા સ્ટાર


અતાર્કિક ફિલ્મોની તાર્કિક રીતે બનાવીને કનેક્શન જોડવું વિશ્વનું સૌથી મુશ્કેલ સિનેમા હોય છે. સ્ટોરી દરમિયાન કોઇપણ દ્રશ્યમાં ક્યાંક સંવાદ જોડીને હાસ્ય ઉત્પન્ન કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. યોગ્ય સ્ક્રીપ્ટ અને સારું સ્ક્રીનપ્લે સફળ કૉમેડી ફિલ્મો માટે જરૂરી હોય છે. નિર્દેશક ફરહાદ સામજી હાઉસફુલ 4માં આ પ્રયત્નમાં સંપૂર્ણપણે સફળ રહ્યા છે.

પહેલી ત્રણ હાઉસફુલ ફિલ્મોની તુલનામાં હાઉસફુલ 4 મોટા પાયે બનાવવામાં આવેલી ફિલ્મ છે. આ સ્ટોરી 3 ભાઇઓની અક્ષય, રિતેશ અને બૉબી દેઓલની છે, જે લંડનમાં એક સલૂન ચલાવે છે. એક ડૉનના પૈસા પોતાની ભૂલી જવાની આદતને કારણે વૉશિંગ મશીનમાં નાખી દે છે. હવે માઇકલ ભાઈના પૈસા ચૂકવવાનો પ્લાન બનાવે છે, અમીર છોકરીઓને પોતાના પ્રેમમાં ફસાવીને અને તેના પછી શું શું થાય છે, આના તાણાવાણા પર બનાવવામાં આવેલી આ ફિલ્મ છે હાઉસફુલ 4.



મસ્તી, મ્યુઝિક અને જોક્સથી ભરેલી આ ફિલ્મ હાઉસફુલ 4 આ વર્ષે દિવાળી પર હસવાના રૉકેટ ઉડાડી રહી છે. હાઉસફુલ 4ની બધી જ પરંપરાઓ કાયમ કરતાં પોતાની પહેલી હાઉસફુલથી ચાર પગલા આગળ નીકળી ગઈ છે. જૂની ફલ્મોના ગીતોના સંવાદમાં બદલાવ. બાહુબલીના ગીતોનો એક અલગ જ અંદાજ ફિલ્મને સારી બનાવવાનું કામ કરે છે.


આ ફિલ્મમાં પુનર્જન્મ સાથે જોડાયેલી સ્ટોરી બતાવવામાં આવી છે, જેમાં પાત્રોના પુનર્જન્મ અને હવે 2019ની લાઇફ બતાવવામાં આવે છે. એવામાં આ ગીત જૂના જમાનાના સમયને દર્શાવે છે અને ગીતમાં ત્રણે અભિનેતા અને ત્રણે હિરોઇન દેખાય છે. સાથે જ બધાં એક્ટર્સના લૂક પણ જૂના જમાના જેવા જ બતાવવામાં આવ્યા છે. આ ગીતમાં અક્ષય કુમાર, બૉબી દેઓલ અને રિતેશ દેશમુખ રાજા-મહારાજા જેવા કપડાં પહેરીને ડાન્સ કરી રહ્યા છે અને 1419નો સમય બતાવવામાં આવ્યો છે.

ફિલ્મને મળે છે 4 સ્ટાર


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2019 09:40 PM IST | મુંબઈ ડેસ્ક | પરાગ છાપેકર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK