Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લૉકડાઉન દરમિયાન અક્ષય કુમારે મુંબઇમાં કર્યું એડ ફિલ્મનું શૂટિંગ

લૉકડાઉન દરમિયાન અક્ષય કુમારે મુંબઇમાં કર્યું એડ ફિલ્મનું શૂટિંગ

25 May, 2020 09:07 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લૉકડાઉન દરમિયાન અક્ષય કુમારે મુંબઇમાં કર્યું એડ ફિલ્મનું શૂટિંગ

આર બાલ્કિ એડ ફિલ્મના શૂટ દરમિયાન

આર બાલ્કિ એડ ફિલ્મના શૂટ દરમિયાન


જાણીતા અભિનેતા અક્ષય કુમારે જાણીતા એડ ફિલ્મમેકર અને નિર્માતા/નિર્દેશક આર.બાલ્કી સાથે મુંબઇના જોગેશ્વરી વિસ્તારમાં આવેલ કમાલિસ્તાન સ્ટૂડિયોમાં શૂટિંગ કરી. આ શૂટિંગ છેલ્લા ત્રણ દિવસથી થઈ રહી હતી.

એ પહેલા તમે વિચારો કે લૉકડાઉન દરમિયાન આમ કરવું શક્ય કઈ રીતે થયું જ્યારે સરકારે હાલ એવું કંઇપણ કરવાની પરવાનગી આપી નથી, તો તમને જણાવીએ કે આ કોરોના સમય દરમિયાન સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સંબંધિક સંદેશ આપનારી એક એડ ફિલ્મ છે. આ એડ ફિલ્મના શૂટિંગ માટે ક્રૂ તરફથી તમામ પ્રકારની મુંબઇ પોલિસ તેમજ અન્ય બધાં જ પ્રકારની પરમિશન લેવામાં આવી હતી, જેની સાબિતીઓ મીડિયા રિપોર્ટ્સ પાસે હાજર છે.



ઉલ્લેખનીય છે કે આ એડ ફિલ્મ કેન્દ્ક સરકારના જળશક્તિ મંત્રાલયના પેયજળ તેમજ સ્વચ્છતા વિભાગના લોકોને કોરોના સંક્રમણ કાળમાં તેમની જવાબદારીઓનો એહસાસ અપાવવા માટે તૈયાર કરવામાં આવી રહી છે. આ એડ ફિલ્મમાં દેખાતાં અક્ષય કુમાર સ્વચ્છ ભારતના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. આ ફિલ્મ બિલ એન્ડ મેલિંડ્સ ગેટ્સના મેલિંડા ફાઉન્ડેશનના સહયોગથી બનાવવામાં આવી રહી છે.


R. Balki

નોંધનીય છે કે સામાજિક અંતરથી લઈને, સેનિટાઇઝેશન અને અન્ય બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. શૂટિંગમી આ આખી પ્રક્રિયા વિશે વાત કરતાં એડ ફિલ્મના નિર્દેશક આર. બાલ્કિએ જણાવ્યું કે, "અક્ષય કુમારે અને મે સ્વાસ્થ્ય વિભાગ માટે લૉકડાઉન પછી પણ આપણી બધાની જવાબદારી પર આધારિત એક એડ ફિલ્મની શૂટિંગ કરી છે. આપણે બધાંએ કામ પર જવાનું છે પણ સાથે સાથે આપણે બધાંએ પોતાનું અને બીજાની સુરક્ષાનું ધ્યાન પણ રાખવાનું છે."


બાલ્કીએ આગળ જણાવ્યું કે, "થોડીક જ વારમાં અમને બધાંને સરળતાથી સોશિયલ ડિસ્ટેન્સિંગ, સેનિટાઇઝ કરવામાં આવેલા સેટ, સેનિટાઇઝ કરાયેલા આઉટડોર સેટ, કીટાણુરહિત સ્ક્રીન, માસ્કની ટેવ પડી ગઈ. અમે બધાંએ ખૂબજ ઓછાં ક્રૂ, કડક પ્રૉટોકૉલ સાથે શૂટ કર્યું અને અમે અનુભવ્યું કે અમે ખૂબજ સરળતાથી આમ કરી શક્યા."

Whatsapp-channel Whatsapp-channel

25 May, 2020 09:07 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK