અક્ષય કુમારે શૅર કર્યું Mission Mangalનું નવું પોસ્ટર, કરો એક નજર

Updated: Jul 16, 2019, 15:15 IST | મુંબઈ

અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ 15 ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે. એક અલગ વિષય પર બનેલી આ ફિલ્મને લઈને અક્ષય કુમાર ઘણા ઉત્સાહિત છે અને એના પ્રમોશનમાં વ્યસ્ત છે.

મિશન મંગલ
મિશન મંગલ

અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ 15 ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે. એક અલગ વિષય પર બનેલી આ ફિલ્મને લઈને અક્ષય કુમાર ઘણા ઉત્સાહિત છે અને એના પ્રમોશનમાં વ્યસ્ત છે. અક્ષયે ફિલ્મનું નવુ પોસ્ટર શૅર કરતા જાણકારી આપી છે કે એનું ટ્રેલર 18 જૂલાઈએ રિલીઝ કરવામાં આવશે. એ દિવસે અક્ષય કુમારના ફાધર ઈન લૉ અને હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાની પુણ્યતિથિ છે.

 

અક્ષયે મિશન મંગલનું પોસ્ટર ટ્વિટર પર શૅર કર્યું છે. આ પોસ્ટર પર અક્ષય કુમારની ફિલ્મની પૂરી સ્ટાર કાસ્ટ દેખાઈ રહી છે. પોસ્ટરની સાથે અક્ષયે લખ્યું છે- એક વાર્તા જેના ઈન્ડિયન સ્પેસ સાયન્સની પરિભાષા જ બદલી દીધી છે. 18 જૂલાઈએ મિશન મંગલના ટ્રેલર માટે તૈયાર થઈ જાઓ.

આ પણ વાંચો : વૃદ્ધાવસ્થામાં આવી દેખાશે દીપિકા અને રણવીરની જોડી, જુઓ તસવીર

મિશન મંગલને જગન શક્તિએ ડિરેક્ટ કરી છે. ફિલ્મની વાર્તા અંતરિક્ષમાં ભારતના પહેલા મંગલયાનને મોકલવાના મિશન પર આધારિત છે. આ મિશનની સફળતાને આખા દેશે સેલિબ્રિટ કરી હતી, પણ આ મિશનને પુરૂ કરનારાએ કઈ પરિસ્થિતિઓમાં એને અંજામ આપ્યુ, એની વાર્તા પહેલીવાર મિશન મંગલ દ્વારા બધાની સામે આવશે.

ફિલ્મમાં અક્ષયની સાથે તાપસી પન્નુ, સોનાક્ષી સિન્હા, વિદ્યા બાલન, કીર્તિ કુલ્હારી, નિત્યા મેનન અને શરમન જોશી મુખ્ય ભૂમિકામાં નજર આવશે. અક્ષય આ ફિલ્મને લઈને ઘણા ઈમોશનલ પણ છે. એમણે ફિલ્મનું પહેલુ પોસ્ટર આવવા પહેલા ટ્વિટર પર જણાવ્યું હતું કે એમણે આ ફિલ્મમાં કામ કેમ કર્યું. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK