અક્ષય કુમારે શૅર કર્યું ફિટનેસ ટિફિન, કેટરિના, ભૂમિ અને શિખર ધવનને આપ્યો પડકાર

Published: Jan 11, 2020, 19:01 IST | Mumbai Desk

પોતાના ચાહકો સાથે એક હેલ્થી ફૂડ નુસ્ખો શૅર કર્યો અને એટલું જ નહીં એવું કરવા માટે પોતાના મિત્રોને નૉમિનેટ પણ કર્યું.

ફિલ્મ અભનેતા અક્ષય કુમાર પોતાની ફિટનેસ અને હેલ્થી ડાએટ માટે લેવામાં આવે છે. તે સવારે જલ્દી ઉઠવું પસંદ કરે છે અને તેના ઘણાં કો-એક્ટર ઘણીવાર તેના સવારની શૂટિંગ શેડ્યૂલની આદતની ફરિયાદો કરી ચૂક્યા છે.

હવે અક્ષય કુમારે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડર પર 'લાઇફ જીને કા અંદાજ' શૅર કર્યો અને પોતાના ચાહકો સાથે એક હેલ્થી ફૂડ નુસ્ખો શૅર કર્યો અને એટલું જ નહીં એવું કરવા માટે પોતાના મિત્રોને નૉમિનેટ પણ કર્યું.

 
 
 
View this post on Instagram

Thank you @twinklerkhanna for nominating me. Eating clean is not an option but a way of life for me. Here’s a glimpse at what made me spring into action this morning 🕺 Sharing how you can also make my favourite avocado on toast and my chia pudding. It’s healthy, tasty, and keeps you full for hours, not to mention high in protein 😋 *Avocado on toast* Mash a ripe avocado. Add little olive oil, I like to add Rapeseed oil to it. Add a pinch of Himalayan Pink Salt, & a dash of chaat masala if you like things flavoursome. Spread the mashed avocado on two slices of toasted barley bread or any multigrain bread. Garnish with pomegranate. *Chia Pudding* Soak 3 teaspoons of chia seeds in walnut milk, overnight. Add a little honey or cinnamon to it. Top with seasonal fruits of your choice, preferably berries. Voila Bon Appetit 🙏🏽 Now you know what’s in my dabba, I nominate @katrinakaif @bhumipednekar and @shikhardofficial to give me a peek inside their dabbas. It would be great to know more healthy food options. Don’t forget to share a photo with #WhatsInYourDabba and tag @TweakIndia

A post shared by Akshay Kumar (@akshaykumar) onJan 11, 2020 at 1:10am PST

અક્ષયે પોસ્ટના માધ્યમે જણાવ્યું કે કેવી રીતે હેલ્થી ખોરાક ખાવાથી તે દિવસ આખો તંદુરસ્ત રહે છે. તેણે પોતાની પસંદીદા એવોકૈડો ટોસ્ટ અને ચિયા પુડિંગની એક રેસિપી પણ શૅર કરી, જેને તેણે પોતાના ચાહકોને ટ્રાય કરવાની સલાહ આપી રહ્યો છે. તેણે ફક્ત હેલ્ધી ફૂડ રેસિપી શૅર કરી પણ કેટરિના કૅફ, ભૂમિ પેડણેકર, અને શિખર ધવનને પણ આવી હેલ્ધી રેસિપી શૅર કરવાની વાત કહી. આ સિવાય તેણે એક તસવીર શૅર કરી, જેમાં તેના ટિફિનમાં શું છે, તેની એક ઝલક બતાવવામાં આવી છે.

તેણે એક તસવીર શૅર કરી છે. જેમાં તે હેલ્ધી નાશ્તો કરી રહ્યો છે અને એક ગ્લાસથી પોતાના ચાહકો માટે ટોસ્ટ કરી રહ્યો છે. તેણે તસવીરને કૅપ્શન આપ્યું, 'ઇટિંગ ક્લીન એક વિકલ્પ નથી, મારી લાઇફ જીવવાની એક રીત છે.' આ સિવાય અક્ષય કુમારે પોતાના કેટલાક મિત્રોને આવું કરવા માટે પ્રેરિત પણ કર્યું. વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર પાસે આ વર્ષે ઘણી ફિલ્મો છે.

આ પણ વાંચો : બિપાશા બાસુએ આ રીતે સાબિત કર્યું કે તે પણ છે એક ફેમિલી ગર્લ

તે રોહિત શેટ્ટીની ફિલ્મ 'સૂર્યવંશી', કેટરીના કૅફ સાથે 'લક્ષ્મી બૉમ્બ', પૃથ્વીરાજ જેવી ફિલ્મોમાં દેખાશે. અક્ષય કુમારનો વિતેલો વર્ષ ખૂબ જ સારો રહ્યો હતો. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને બધી જ ફિલ્મોએ બૉક્સ ઑફિસ પર સારી કમાણી કરી. અક્ષય કુમારની છેલ્લી રિલીઝ ગુડ ન્યૂઝ હતી. જેના દર્શકોએ ખૂબ જ વખાણ કર્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK