અક્ષયકુમારે ‘ગુડ ન્યુઝ’નું પોસ્ટર શૅર કરીને ફિલ્મને વર્ષની સૌથી મોટી ગૂફ-અપ જણાવી છે. આ ફિલ્મમાં અક્ષયકુમારની સાથે કરીના કપૂર ખાન, દિલજિત દોસાંજ અને કિયારા અડવાણી પણ જોવા મળશે. આ ફિલ્મને રાજ મેહતાએ ડિરેક્ટ કરી છે. આ વર્ષે ૨૭ ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મના પોસ્ટરમાં કરીના અને કિયારા બેબી-બમ્પ સાથે જોવા મળી રહી છે. બન્નેની બેલીઝ વચ્ચે અક્ષયકુમાર અને દિલજિત દોસાંજનો ચહેરો ફસાયેલો દેખાય છે. સાથે જ આ પોસ્ટર પર લખેલું છે, બિગેસ્ટ ગૂફ-અપ ઑફ ધ યર. આ પોસ્ટર ટ્વિટર પર શૅર કરીને અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘ગરબડ અનેકગણી થવાની છે. એ તમને ‘ગુડ ન્યુઝ’માં જોવા મળવાનું છે. આ વર્ષે ક્રિસમસમાં ૨૭ ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ થવાની છે.’
સાથે જ અક્ષયકુમારે હજી એક પોસ્ટર શૅર કર્યું છે જેમાં તે એકલો આ બેબી-બમ્પ વચ્ચે ફસાયેલો દેખાઈ રહ્યો છે. આ પોસ્ટર ટ્વિટર પર શૅર કરીને અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘આ ક્રિસમસમાં તમને થોડા ગુડ ન્યુઝ આપવાની વચ્ચે સપડાઈ ગયો છું. બિગેસ્ટ ગૂફ-અપ ઑફ ધ યર આવી રહી છે.’
આ પણ જુઓઃ Happy Birthday Aarohi: અલબેલી 'આર.જે. અંતરા'ના અનોખા અંદાજ જુઓ તસવીરોમાં...
આ પોસ્ટરની પ્રશંસા કરતાં કૉમેડિયન કપિલ શર્માએ ટ્વીટ કર્યું હતું કે ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ પાજી. પોસ્ટર ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે. જોકે મારા ગુડ ન્યુઝ તમારા ગુડ ન્યુઝ કરતાં પહેલાં આવશે. હાહાહા. પૂરી ટીમને શુભેચ્છા.’
એ વખતે કપિલ શર્માને શુભેચ્છા આપતાં અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘કમાલ કર દિયા શર્માજી. તારા ગુડ ન્યુઝ માટે તને દિલથી શુભેચ્છા. બિગ હગ.’
જ્યારે અક્ષય અને દિલજીતે કર્યો લેબર પેનનો અનુભવ, જુઓ વીડિયો
Dec 14, 2019, 16:00 ISTઅક્ષય કુમારે પત્ની ટ્વિંકલ ખન્નાને ગિફ્ટ કર્યા કાંદાવાળા એરિંગ્સ, મળ્યું આવું રિએક્શન
Dec 13, 2019, 12:03 ISTRadhe Vs Laxmmi Bomb: ક્લેશ બાબતે સલમાને કહ્યું ઇદ ફક્ત મારો અધિકાર નથી
Dec 12, 2019, 16:49 ISTહું સૈફના પ્રેમમાં હતી એ વાત સૌથી પહેલાં અક્ષયકુમાર જાણતો હતો : કરીના કપૂર ખાન
Dec 09, 2019, 11:09 IST