જ્યારે અક્ષય કુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે થઈ મારપીટ, જુઓ વીડિયો

Updated: Nov 12, 2019, 20:04 IST | Mumbai Desk

અક્ષય કુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે ફિલ્મ સૂર્યવંશીને લઈને વિવાદ છે અને બન્ને એકબીજા સાથે વાતચીત નથી કરી રહ્યા

બોલીવુડ સ્ટાર્સના સંબંધોને લઈને કેટલાય સમાચાર આવતાં રહે છે અને કેટલીય વાર આ ચર્ચાઓ ખોટી પુરવાર થઈ જાય છે. મંગળવારે પણ કંઈક એવું જ થયું, જેમાં અક્ષય કુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે વિવાદની વાત કહેવામાં આવી હતી. મીડિયામાં છપાયેલી આ ખબર પ્રમાણે, અક્ષય કુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે ફિલ્મ સૂર્યવંશીને લઈને વિવાદ છે અને બન્ને એકબીજા સાથે વાતચીત નથી કરી રહ્યા. આ ચર્ચા પ્રમાણે અક્ષય કુમાર અને રોહિત શેટ્ટીએ આ ખબરનો જવાબ ખાસ રીતે આપ્યો છે.

અક્ષય કુમારે એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તે રોહિત શેટ્ટી સાથે ફેક ફાઇટિંગ કરે છે અને કહે છે કે તેમને આદેશ મળ્યો છે અને બન્ને વચ્ચે લડાઇ છે. આ વીડિયો દ્વારા તેમણે કટાક્ષ રૂપે આ ખબરને ખોટી સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે. અક્ષય કુમારે શૅર કરેલા આ વીડિયોમાં પહેલા કેટરીના કૅફ સમાચાર કેમેરામાં બતાવે છે અને તેના પછી અક્ષય કુમાર અને રોહિત શેટ્ટી અંદરોઅંદરો લડવાનું શરૂ કરી દે છે.

આ લડાઈમાં પોલીસ અને કેટલાક લોકો આવી જાય છે અને બન્નેને છોડાવવાનો પ્રયત્ન કરે છે. આ ચર્ચા એક અંગેર્જી વેબસાઇટમાં છપાયેલી છે, જેમાં અક્ષય કુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે વિવાદની વાત કહેવામાં આવી છે. અક્ષય કુમારનો આ વીડિયો ખૂબ જ સરસ છે, દેને શૅર કર્યાની મિનિટોમાં જ હજારો લોકોએ લાઇક કર્યું છે અને સતત લોકો આના પર પ્રતિક્રિયા આપતાં રીટ્વીટ કરે છે.

આ પણ વાંચો : Aarohi Patel: અલબેલી 'આર.જે. અંતરા'ના અનોખા અંદાજ જુઓ તસવીરોમાં...

જણાવીએ કે રોહિત શેટ્ટી, અક્ષય કુમાર અને કેટરીના કૅફ સાથે ફિલ્મ સૂર્યવંશી બનાવી રહ્યો છે. આ પોલીસકર્મીઓ પર આધારિત ફિલ્મોની લિસ્ટમાં આવતી ફિલ્મ છે. આ ફિલ્મમાં રણવીર સિંહ પણ ગેસ્ટના તરીકે દેખાઇ શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK