Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એનિવર્સરીના દિવસે અક્ષયે ટ્વિંકલ સાથે શૅર કરી ભયાવહ તસવીર

એનિવર્સરીના દિવસે અક્ષયે ટ્વિંકલ સાથે શૅર કરી ભયાવહ તસવીર

17 January, 2020 06:07 PM IST | Mumbai Desk

એનિવર્સરીના દિવસે અક્ષયે ટ્વિંકલ સાથે શૅર કરી ભયાવહ તસવીર

એનિવર્સરીના દિવસે અક્ષયે ટ્વિંકલ સાથે શૅર કરી ભયાવહ તસવીર


બોલીવુડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના આજે પોતાના લગ્નની 19મી સાલગિરાહ સેલિબ્રેટ કરી રહ્યા છે. 17 જાન્યુઆરી 2001ના બન્ને લગ્નગ્રંથિથી બંધાયા હતા અને આજે તેમના લગ્નને 18 વર્ષ થઈ ગયા છે. આ ખાસ દિવસે અક્ષય કુમારે ખૂબ જ ખાસ અંદાજમાં વિશ કર્યું છે. અક્ષયે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની અને ટ્વિંકલની એક તસવીર શૅર કરી છે જે ભયાવહ પણ છે અને ફની પણ. અક્ષયની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

તસવીરમાં અક્ષય '2.0'ના પક્ષી રાજનના પાત્રમાં દેખાય છે અને પત્ની ટ્વિંકલ ખન્નાને ડરાવી રહ્યો છે. સૌથી કમાલની વાત એ છે કે ટ્વિંકલ ખન્ના પતિથી જરાપણ ગભરાતી નથી ઉલ્ટું હસે છે. તસવીર શૅર કર્યાની સાથે અક્ષયે રસપ્રદ કૅપ્શન પણ લખ્યું છે. એક્ટરે લખ્યું, "લગ્નજીવન કંઇક આ રીતે દેખાય છે, આ તેની એક તસવીર... કેટલાક દિવસ તમે પ્રેમ કરવા માગો અને કેટલાક દિવસ કંઇક આ રીતે...જેવું તમે જોઇ રહ્યા છો. બધું જ કહી દીધું છે, મારી પાસે આ કહેવાની બીજી કોઇ રીત ન હતી. લગ્નની વર્ષગાંઠની વધામણી ટીના...પક્ષીરાજન તરફથી ઘણો બધો પ્રેમ"




આ પણ વાંચો : Would be Mother Kalki Koechlinની રૅર અને બ્યૂટિફુલ તસવીરો


આ શરતે ટ્વિંકલે અક્ષયને લગ્ન માટે પાડી હતી હાઁ :
કરણ જોહરના ચેટ શૉ 'કૉફી વિથ કરણ'માં એક વાર અક્ષયે પોતાના લગ્નને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતોય તેમણે જણાવ્યું કે જે વખતે તેણે ટ્વિંકલને લગ્ન માટે પ્રપોઝ કર્યો તે દરમિયાન તેની ફિલ્મ 'મેલા' રિલીઝ થવાની હતી. ટ્વિંકલ આ ફિલ્મને લઈને ખૂબ જ એક્સાઇટેડ હતી. જ્યારે અક્ષયે તેને પ્રપૉઝ કર્યું ત્યારે તેણે એક શરત મૂકી કે જો તેની ફિલ્મ 'મેલા' હિટ થશે તો તે તેની સાથે લગ્ન નહીં કરે, પણ જો ફ્લૉપ થઈ ગઈ તો કરી લેશે. અને ટ્વિંકલની ફિલ્મ 'મેલા' ફ્લૉપ થઈ ગઈ. પછી શું હતું, તેણે અક્ષયને લગ્ન માટે હા કહી દીધી.

Whatsapp-channel Whatsapp-channel

17 January, 2020 06:07 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK