ઍક્ટિંગમાં ટ્રેઇનિંગ ન લીધી હોવાથી હું લાઇફને ઑબઝર્વ કરું છું : અક્ષયકુમાર

Published: Nov 04, 2019, 12:01 IST | મુંબઈ

અક્ષયકુમારને બૉલીવુડનો બૅન્કેબલ સ્ટાર ગણવામાં આવે છે, પરંતુ એમ છતાં તે ફિલ્મની સફળતાને સિરિયસલી નથી લેતો.

અક્ષયકુમાર
અક્ષયકુમાર

અક્ષયકુમારને બૉલીવુડનો બૅન્કેબલ સ્ટાર ગણવામાં આવે છે, પરંતુ એમ છતાં તે ફિલ્મની સફળતાને સિરિયસલી નથી લેતો. ‘રુસ્તમ’, ‘જૉલી LLB 2’, ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’, ‘પૅડ મૅન’, ‘મિશન મંગલ’ અને હાલમાં જ રિલીઝ થયેલી ‘હાઉસફુલ 4’ની સફળતાથી તેણે વારંવાર સાબીત કર્યું છે કે તે કોઈ પણ પ્રકારની ફિલ્મને હિટ કરાવી શકે છે. આ વિશે વધુ જણાવતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘હું મારી ફિલ્મની સફળતાને લઈને વધુ પડતો ઉત્સાહિત નથી થતો કારણ કે હું તરત જ બીજી ફિલ્મ, બિજા પાત્રણાં ઢળી જાઉં છું. હું જ્યારે મારું ટ્વિટર એકાઉન્ટ જોઉં છું ત્યારે મને ઘણાં લોકો કહે છે કે હું કેમ ફરી ઍક્શન ફિલ્મ નથી કરતો. હું કેમ ‘નમસ્તે લંડન’ જેવી રોમૅન્ટિક ફિલ્મ નથી કરતો. લાઇફમાં મારો બેસિક આઇડિયા એ છે કે એક પછી એક એમ સતત અલગ-અલગ વિષય પર કામ કરતાં રહેવું. તેમ જ પોતાની જાતને સિરિયસલી નહીં લેવું. મને લાગે છે કે મારા કરીઅરની શરૂઆતમાં મેં ફક્ત ઍક્શન ફિલ્મો જ કરી હતી એ મારી ભુલ છે.’

આ પણ જુઓ : Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો

એક પાત્રમાંથી બીજા પાત્ર માટે કોઇ ટ્રેઇનિંગ ન લેનાર અક્ષયકુમાર કહે છે કે ‘હું લાઇફના અનુભવ અને ઓબઝર્વેશન પરથી બધુ શીખું છું કારણ કે મેં કોઈ ટ્રેઇનિંગ નથી લીધી. હું ડિરેક્ટરના વિઝન સાથે આગળ વધુ છું કારણ કે તેઓ જ સૌથી મહત્ત્વના હોય છે અને ઍક્ટર કરતાં પણ વધુ સારી રીતે ફિલ્મને સમજતા હોય છે. મારી ‘મિશન મંગલ’ રિલીઝ થઈ હતી અને મેં તરત જ ‘લક્ષ્મી બૉમ્બ’નું શૂટિંગ શરૂ કરી દીધુ હતું. બન્ને ફિલ્મ એકબીજાથી એકદમ અલગ છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK