સૌથી વધુ કમાણી કરવામાં અક્ષયે સલમાન, શાહરૂખને પણ પાછળ મૂક્યા

Published: 24th November, 2020 21:07 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

વૈશ્વિક ધોરણે અક્ષય કુમાર છઠ્ઠા ક્રમે

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

અક્ષય કુમાર બોલિવૂડને દર વર્ષે સૌથી વધુ ફિલ્મો આપીને ફેન્સનું દિલ જીતી લે છે. તે સાથે અક્ષય કુમારે દુનિયાના સૌથી વધારે કમાણી કરનારા એક્ટર્સના લિસ્ટમાં પણ સ્થાન મેળવી લીધું છે. તાજેતરમાં આવેલા ફોર્બ્સની સૌથી વધારે કમાણી કરનારા ટૉપ 10 એક્ટરના લિસ્ટમાં 48.5 મિલિયન ડૉલર (362 કરોડ રૂપિયા) વાર્ષિક કમાણી કરીને અક્ષયે છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. આ લિસ્ટમાં તેમણે ગ્લોબલ સ્ટાર શાહરૂખ ખાન અને સલમાનને પાછળ છોડી દીધા છે.

87.5 મિલિયન ડૉલરની કમાણી સાથે ડ્વેન જોનસન આ લિસ્ટમાં પહેલા નંબરે છે. આ ઉપરાંત, રાયન રેનોલ્ડ (71.5 મિલિયન ડૉલર), માર્ક વાહલબર્ગ (58 મિલિયન ડૉલર), બેન એફ્લેક 55 મિલિયન ડૉલર) અને વિન ડીઝલ 54 મિલિયન ડૉલર) સૌથી વધુ કમાણી કરનારા 5 અભિનેતાઓનાં લિસ્ટમાં સામેલ છે.

બોલિવૂડના ખિલાડી કુમાર અક્ષયની ફિલ્મ 'લક્ષ્મી' તાજેતરમાં ડિજિટલ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હૉટસ્ટાર VIP પર રિલીઝ થઈ છે. આ ફિલ્મ ઉપરાંત એક્ટર ટૂંક સમયમાં કૃતિ સેનનની સાથે 'બચ્ચન પાંડે', સારા અલી ખાન અને ધનુષની સાથે 'અતરંગી રે', વાણી કપૂરની સાથે 'બેલ-બૉટમ' અને મિસ વર્લ્ડ માનુષી છિલ્લરની સાથે 'પૃથ્વીરાજ' ફિલ્મ લઈને આવી રહ્યો છે. ફિલ્મો ઉપરાંત અક્ષયની મોટાભાગની કમાણી પ્રોડક્ટ એન્ડોર્સમેન્ટ દ્વારા થાય છે. સુપરસ્ટાર સલમાન ખાન દર વર્ષે ઈદના પ્રસંગે પોતાની ફિલ્મથી ફેન્સને ભેટ આપે છે જો કે, આ વર્ષે કોરોના અને થિયેટરો બંધ થવાથી આવું થઈ શક્યું નહીં. આ વર્ષે સલમાનની ફિલ્મ 'રાધે' અને 'કભી ઇદ કભી દિવાલી' રિલીઝ થવાની હતી પરંતુ ફિલ્મોનું શૂટિંગ પૂરું થઈ શક્યું નહીં. લોકડાઉન ખૂલતાં જ રાધે ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું પરંતુ મેકર્સ હજી પણ સંપૂર્ણ રીતે થિયેટરો ખોલવાની રાહ જોઈ રહ્યા છે. 2020માં એક પણ ફિલ્મ રિલીઝ ન થઈ હોવા છતાં સલમાન ખાન બોલિવૂડનો બીજો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે. દર ફિલ્મમાંથી 100 કરોડ રૂપિયા ફી લેનાર એક્ટરે બિગ બોસ 14 માટે 450 કરોડ રૂપિયા ફી લીધી છે.

કિંગ શાહરૂખ ખાન છેલ્લે વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધુ કમાણી કરી શકી નહોતી. ત્યારબાદથી અભિનેતા સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાનાં લિસ્ટમાં ત્રીજા નંબરે છે.  વર્ષમાં એક પણ હિટ ફિલ્મ ન આપનાર આમિર ખાન કરીના કપૂર સાથે ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' લઇને આવી રહ્યો છે. લોકડાઉનને કારણે આ ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું, જો કે, અભિનેતાએ શૂટિંગ કરવાની મંજૂરી મળ્યા બાદ ફિલ્મનું કામ ફરી શરૂ કરી દીધું છે. આ વર્ષે આમિરની કોઈ ફિલ્મ રિલીઝ નહીં થવા છતાં અભિનેતા આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર અભિનેતાના લિસ્ટમાં ચોથા નંબરે છે.

વર્ષ 2020ની શરૂઆતમાં જ બ્લોકબસ્ટર હિટ ફિલ્મ 'તાન્હાજી' આપીને અભિનેતા અજય દેવગન બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરનારો પાંચમો અભિનેતા બની ગયો છે. અજય દેવગણની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર દીપિકાની ફિલ્મ 'છપાક' સાથે ક્લેશ થઈ હતી. તેમ છતાં, આ ફિલ્મે સારું પ્રદર્શન કરીને લગભગ 277 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK