Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Akshay Kumarની પુત્રી Nitara કર્યું એવું કામ, કોઈ વિચારી પણ ન શકે

Akshay Kumarની પુત્રી Nitara કર્યું એવું કામ, કોઈ વિચારી પણ ન શકે

04 July, 2019 05:47 PM IST | મુંબઈ

Akshay Kumarની પુત્રી Nitara કર્યું એવું કામ, કોઈ વિચારી પણ ન શકે

Akshay Kumarની પુત્રી Nitara કર્યું એવું કામ, કોઈ વિચારી પણ ન શકે


અક્ષયકુમાર એક પરફેક્ટ ફેમિલી મેન અને પ્રોફેશનલ છે. પરિવારની જવાબાદરીઓ અને કામ વચ્ચે બેલેન્સ રાખવામાં તેમના જેવું પરફેક્ટ કોઈ નથી. ખાસ કરીને પુત્રી નિતારાને લઈ અક્ષયકુમાર ખૂબ જ સંવેદનશીલ છે. અક્ષયે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તેમની અપકમિંગ ફિલ્મ મિશન મંગલ તેમણે માત્રને માત્ર પોતાની પુત્રી નિતારા માટે સાઈન કરી છે.

અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર એન નૉટ શેર કરી છે. જેનું શીર્ષક છે 'મિશન ઈન્સ્પાયર.' આ નોટમાં અક્ષયકુમારે લખ્યું છે કે,'હું હંમેશા એક એવી ફિલ્મનો ભાગ બનવા ઈચ્છતો હતો, જે આગામી પેઢીને પ્રેરણા આપે. જે તેમની કલ્પના અને જિજ્ઞાસાને વિક્સાવે. મિશન મંગળ મારા માટે આવી જ ફિલ્મ છે.' અક્ષય કુમારે આશા વ્યક્ત કરી છે કે આ ફિલ્મે જેટલી પ્રેરણા આપશે, તેટલું એન્ટરટેઈનમેન્ટ પણ આપશે. આ નોટમાં અક્ષકુમારે લખ્યું છે કે મિશન મંગળ એ મંગળ અભિયાનની સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. જે સામાન્ય લોકોના અસામાન્ય લક્ષ્યને હાંસલ કરવાની વાત છે. આ ફિલ્મ સાબિત કરે છે કે વિચાર અને સપના આકાશની જેમ સીમા વિહોણાં હોય છે.




અક્ષયે આ નોટ અંગ્રેજી અને હિન્દીમાં શૅર કરી છે. તેની સાથે એક ટ્વિટમાં લખ્યું છે કે,'મિશન મંગળ એક એવી ફિલ્મ છે, જેની પાસેથી મને પ્રેરણા અને મનોરંજનની આશા છે. આ ફિલ્મ ખાસ કરીને મેં મારી પુત્રી અને તેની ઉંમરના બાળકો માટે સાઈન કરી છે, જેથી તેમને ભારતના મંગળ સુધી પહોંચવાના મિશનની અદભૂત વાત જાણવા મળી શકે.'


આ પણ વાંચોઃ નીના ગુપ્તાની અત્યાર સુધીની ફિલ્મી સફર પર કરો એક નજર

ઉલ્લેખનીય છે 15 ઓગસ્ટે રિલીઝ થઈ રહેલી ફિલ્મ મિશન મંગળમાં અક્ષયકુમારની સાથે સાથે વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા, તાપસી પન્નૂ, નિત્યા મેનન, કીર્તુ કુલ્હારી અને શર્મન જોશી લીડ રોલમાં છે. આ ફિલ્મને જગનશક્તિએ ડિરેક્ટ કરી છે. રસપ્રદ વાત એ છે કે 15 ઓગસ્ટે મિશન મંગળની સાથે સાથે જૉન અબ્રાહમની ફિલ્મ પ્રભાસની સાહો રિલીઝ થવાની છે.

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2019 05:47 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK