Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઘરમાં રહેલી વ્યક્તિ હાલમાં સુપરસ્ટાર છે : અક્ષયકુમાર

ઘરમાં રહેલી વ્યક્તિ હાલમાં સુપરસ્ટાર છે : અક્ષયકુમાર

28 March, 2020 02:51 PM IST | Mumbai
Agencies

ઘરમાં રહેલી વ્યક્તિ હાલમાં સુપરસ્ટાર છે : અક્ષયકુમાર

અક્ષયકુમાર

અક્ષયકુમાર


અક્ષયકુમારનું કહેવું છે કે હાલમાં ઘરે બેઠેલી દરેક વ્યક્તિ સુપરસ્ટાર છે. નરેન્દ્ર મોદીએ ૨૧ દિવસ માટે લૉકડાઉન જાહેર કર્યું છે. આથી સામાન્ય વ્યક્તિની સાથે સેલિબ્ર‌િટીઝ પણ ઘરે બંધાઈ ગઈ છે. મોટા ભાગની સેલિબ્રિટીઝ સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ રહી થોડોઘણો સમય પસાર કરી લે છે. આ દરમ્યાન અક્ષયકુમારની નજર ટ્રેડ ઍનૅલિસ્ટ જોગિન્દર તૂટેજના વિડિયો પર ગઈ હતી. આ વિડિયોમાં તેઓ કહી રહ્યા છે કે ‘બાગી 4’, ‘રૅમ્બો’ અને ‘હીરોપંતિ 2’ જેવી ફિલ્મો દ્વારા ટાઇગર શ્રોફ સુપરસ્ટાર બની જશે. આ વિડિયોને લઈને અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘જોગિન્દર આ વાત સાથે હું સહમત છું કે ટાઇગર શ્રોફ ખૂબ જ ટૅલન્ટેડ છે. જોકે આ સમયે ઘરમાં બેઠેલી દરેક વ્યક્તિ જેઓ પોતાની અને પોતાની ફૅમિલીની સેફ્ટી વિશે વિચારી રહી છે તેઓ ખરા સુપરસ્ટાર છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2020 02:51 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK