'સૂર્યવંશી'માં સેફ્ટી વગર હૅલિકૉપ્ટર સ્ટન્ટ બાબતે ટ્વિંકલ ખન્નાના રિએક્શન

Published: Mar 12, 2020, 18:04 IST | Mumbai Desk

ફિલ્મ પોલીસના કામ પર આધારિત છે. ફિલ્મમાં 90 ટકા એક્શન સીન્સ છે, અને મોટાભાગના સ્ટંટ અક્ષય કુમાર દ્વારા જ કરવામાં આવ્યા છે

અક્ષય કુમાર
અક્ષય કુમાર

ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટી અને અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ 'સૂર્યવંશી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ પોલીસના કામ પર આધારિત છે. ફિલ્મમાં 90 ટકા એક્શન સીન્સ છે, અને મોટાભાગના સ્ટંટ અક્ષય કુમાર દ્વારા જ કરવામાં આવ્યા છે, તેમાં પણ મોટા ભાગના કોઇપણ સુરક્ષા ઉપાયોનો ઉપયોગ કર્યા વગર જ કરવામાં આવ્યા છે.

જ્યારે એક કૉમેડી ચેટ શૉમાં અક્ષયને પૂછવામાં આવ્યું કે તેની પત્ની ટ્વિંકલ ખન્નાએ કોઇપણ સુરક્ષા ઉપાયો વગર આવા ખતરનાક સ્ટંટ કરવા પર શું પ્રતિક્રિયા આપી છે, ત્યારે અક્ષયે જવાબ આપ્યો કે તેણે હવે ટોકવાનું છોડી દીધું છે.

શૉમાં રોહિતે ખુલાસો કર્યો હતો કે અક્ષયે બાઇક પરથી હેલીકૉપ્ટર પર જમ્પ કરવાનો સ્ટન્ટ કર્યો છે, જેમાં તેણે કોઇપણ સેફ્ટી મેઝર્સનો ઉપયોગ કર્યો નથી. રોહિત શેટ્ટીએ એ પણ કહ્યું કે અક્ષયનો સ્ટન્ટ જોઇને તે પોતે અને ક્રૂ પણ ચોંકી ગયા હતા. આ સિવાય આગળ તેણે કહ્યું કે શરૂઆતમાં તેણે બાઇક પરથી હેલીકૉપ્ટર પર જમ્પ કરવા દરમિયાન વચ્ચે એક કટ પણ રાખ્યો હતો, જેથી તે તેને હાર્નેસ પહેરાવી શકે પણ પછી તેને ખબર પડી કે અક્ષયએ કોઇપણ સેફ્ટી મેઝર્સ વગર જ એક્શન સીન લેવા માટે કહ્યું હતું.

રોહિત અને અક્ષય પહેલી વાર કોઇક ફિલ્મ માટે સાથે આવ્યા છે. અક્ષય ફિલ્મમાં 'નમસ્તે લંડન' અને વેલકમની કૉ-એક્ટ્રેસ કેટરીના કૅફ ફરી એકવાર સાથે દેખાશે. ફિલ્મમાં અજય દેવગન (સિંઘમ) અને રણવીર સિંહ (સિમ્બા)ની પણ મુખ્ય ભૂમિકાઓ હશે અને ત્રણેયને એક સાથે એક્શન કરતા જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. 'સૂર્યવંશી' 24 માર્ચ 2020ના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

નોંધનીય છે કે અક્ષય કુમાર એક્શન કરવામાં પારંગત માનવામાં આવે છે. તો કેટલીય ફિલ્મોમાં દમદાર એક્શન કરી ચૂક્યો છે. આ ફિલ્મમાં પણ તેણે કેટલાય જબરજસ્ત સ્ટન્ટ કર્યા છે. તેને ખેલાડી કુમારના નામે પણ ઓળખવામાં આવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK