આવી રીતે થઈ હતી ખિલાડી અને ટ્વિન્કલની પહેલી મુલાકાત

Published: Sep 09, 2019, 13:13 IST | મુંબઈ

બૉલીવુડના ખિલાડી અક્ષય કુમાર અને એમની પત્ની ટ્વિન્કલ ખન્નાની પહેલી મુલાકાત ફિલ્મફેર પત્રિકાના શૂટ દરમિયાન થઈ હતી.

અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્ના
અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્ના

બૉલીવુડના ખિલાડી અક્ષય કુમાર અને એમની પત્ની ટ્વિન્કલ ખન્નાની પહેલી મુલાકાત ફિલ્મફેર પત્રિકાના શૂટ દરમિયાન થઈ હતી. એક ઈન્ટરવ્યૂ દરમિયાન અક્ષયે ખુલાસો કર્યો હતો કે એ જ શૂટ દરમિયાના તેઓ ટ્વિન્કલ ખન્નાની સુંદરતા પર ફિદા થઈ ગયા. ત્યાર સુધી અક્ષય કુમારે પોતાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્થાપિત કરી દીધા હતા.

akshay-01

અક્ષય અને ટ્વિન્કલની ફિલ્મ ઈન્ટરનેશનલ ખિલાડી (1999)ની શૂટિંગ દરમિયાન બન્નેની મુલાકાત બીજી વાર થઈ હતી. પહેલા બન્નેમાં ફ્રેન્ડશિપ વધી. બાદ ડેટિંગ શરૂ થઈ અને બન્ને વચ્ચે ક્યારે પ્રેમ થયો એનો અંદાજો પણ નહીં લગાવી શકાય. ટ્વિન્કલે એક સાક્ષાત્કાર દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેઓ રિલેશનશિપમાં નથી. તે કોઈ સાથે સમય પસાર કરવા ઈચ્છતી હતી. બાદ ટ્વિન્કલે અક્ષયને ડેટ કરવાનું શરૂ કરી દીધું.

 
 
 
View this post on Instagram

Forever making every ride full of adventure and amusement, my favourite companion...for life! Happy birthday, Tina 😘

A post shared by Akshay Kumar (@akshaykumar) onDec 28, 2017 at 7:54pm PST

આઉટ ડોર શૂટિંગે બનાવી દીધી જોડી

અક્ષય તે સમયે એક ફિલ્મની આઉટડોર શૂટિંગ કરી રહ્યા હતા. અક્ષયને લગભગ 22 સપ્તાહ સુધી રોકાવાનું હતું. ટ્વિન્કલે ખુલાસો કર્યો કે એની પુસ્તક પૂરી થઈ ગઈ હતી અને ટીવી પણ નહીં હતું. એટલે એમણે નક્કી કર્યું કે આઉટડોર શૂટિંગ પૂરી થાય ત્યા સુધી તે અક્ષય સાથે સમય વિતાવશે. બન્નેએ ઘણા સમય સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા.

આ પણ જુઓ : અક્ષયકુમાર આ રીતે વિતાવે છે પરિવાર સાથે સમય, જુઓ કેન્ડીડ ફોટોઝ

પ્રેમની મુશ્કેલી અને લગ્ન

ફિલ્મોમાં આવવા પહેલા અક્ષય બેન્ગકૉકના એક રેસ્ટોરન્ટમાં શેફ હતા, જ્યારે ટ્વિન્કલ ખન્ના સુપરસ્ટાર રાજેશ ખન્ના અને અભિનેત્રી ડિમ્પલ ખન્નાની દીકરી હતી. કહેવાય છે કે જ્યારે ટ્વિન્કલ ખન્નાની માતા અભિનેત્રી ડિમ્પલ કાપડિયાને બન્નેના સંબંધ વિશે ખબર પડી તો તેઓ આ સંબંધ માટે તૈયાર નહોતી. પણ બાદ અક્ષયને મળ્યા અને સમજ્યા બાદ ડિમ્પલે પોતાની દીકરીના લગ્ન માટે હા પાડી દીધી. બાદ અક્ષય અને ટ્વિન્કલના લગ્ન 7 જાન્યુઆરી 2001માં થયા અને લગ્નમાં ફક્ત 50 લોકો હાજર રહ્યા હતા. લગ્ન માત્ર 2 કલાકમાં થઈ ગઈ હતી. સુંદર કપલે 2002માં પહેલો દીકરો આરવ કુમારને જન્મ આપ્યો. 2012માં દીકરી નિતારાનો જન્મ થયો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK