Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Housefull 4: બૉક્સ ઑફિસના કલેક્શન પર અક્ષયે આપ્યો આવો જવાબ

Housefull 4: બૉક્સ ઑફિસના કલેક્શન પર અક્ષયે આપ્યો આવો જવાબ

30 October, 2019 12:36 PM IST | મુંબઈ ડેસ્ક

Housefull 4: બૉક્સ ઑફિસના કલેક્શન પર અક્ષયે આપ્યો આવો જવાબ

Housefull 4: બૉક્સ ઑફિસના કલેક્શન પર અક્ષયે આપ્યો આવો જવાબ


હાઉસફુલ 4ના સોમવારના કલેક્શન્સને કારણે ફિલ્મની આખી ટીમ ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મે 30 કરોડથી પણ વધારે કમાણી પહેલા સોમવારે કરી અને હવે નેટ કલેક્શન 85 કરોડની પાર થઈ ગયું છે. અક્ષય કુમારે ફિલ્મની આ શરૂઆતની સફળતા પછી પોતાના ચાહકોનો આભાર માન્યો. સાથે જ, તેના પ્રત્યે નફરત ફેલાવનારાને એક સંદેશ પણ આપ્યો. ચાહકોએ અક્ષય કુમારના આ મેસેજને સારી રીતે સમજી લીધું છે.

અક્ષય કુમારે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને લખ્યું, "અમને પ્રેમ કરવા અને અમારી સાથે હસવા માટે તમારો આભાર. અમે આજે જ્યાં છીએ, ત્યાં તમારા પ્રેમને કારણે છીએ. મારા બધાં ચાહકો અને દર્શકોનો આભાર, જેમણે હાઉસફુલ 4ને આટલો પ્રેમ આપ્યો." તેના પછી અક્ષયે લખ્યું, "અમને એ જણાવવા માટે પણ તમારો આભાર કે નફરતને હરાવવા માટે પ્રેમથી વધુ કારગર કંઇ નથી હોતું."




તો તેની સાથે જ ફિલ્મની લીડિંગ લેડી કૃતિ સેનને પણ લખ્યું, "જનતા નક્કી કરે છે. અને દર્શકોનો પ્રેમ વધારે જરૂરી છે. અમે આ જાણીને ખૂબ જ ખુશ છીએ કે અમે તમારું મનોરંજન કરવામાં સફળ રહ્યા."


જણાવીએ કે અક્ષયની ફિલ્મને લઈને રિલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયામાં ઘણી નકારાત્મક વાતો થઈ રહી હતી. ખાસ તો, કલેક્શન્સને લઈને સોશિયલ મીડિયામાં સતત પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે કે આંકડાઓ વધારીને રજૂ કરવામાં આવ્યા છે. મંગળવારે સવારે ટ્વિટર પર #FakeHousefull4Figures ટ્રેન્ડ થઈ રહ્યું હતું, જેમાં ફિલ્મના ઓપનિંગ વીકએન્ડના આંકડા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. તેને લઇને અક્ષયના ચાહકો અને વિરોધી ફેન ક્લબ વચ્ચે જંગ છેડાઇ ગઇ છે. જણાવીએ કે હાઉસફુલ 4એ ઓપનિંગ વીકએન્ડમાં 50 કરોડનો પડાવ પાર કરી લીધો હતો.

આ પણ વાંચો : જુઓ કેટરીના કૈફ સાથે કામ કરી ચુકેલી કિંજલ રાજપ્રિયાના મનમોહક અંદાજ

અક્ષયના ટ્વીટ પછી તેના ચાહકોએ જવાબમાં લખ્યું કે ખેલાડીના આ ટ્વીટ પછી સ્પષ્ટ થઈ જાય છે કે ફિલ્મ વિરુદ્ધ નકારાત્મકતા ફેલાવવામાં આવી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

30 October, 2019 12:36 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK