કેમ અક્ષયકુમારે કિક મારીને ખોલી બોટલ, જુઓ વીડિયો

Updated: Jul 03, 2019, 14:13 IST

અક્ષયકુમાર એક જબરદસ્ત સ્ટન્ટ કરતા નજર આવી રહ્યા છે, પણ હવે એમણે રિયલ લાઈફમાં એક એવો વીડિયો પોસ્ટ કર્યો છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

'બોટલ કેપ ચેલેન્જ'
'બોટલ કેપ ચેલેન્જ'

અક્ષયકુમાર હાલમાં રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ સૂર્યવંશીની શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય જબરદસ્ત એક્શન કરતા નજર આવશે, જેના માટે તે ઓળખાય છે. હાલમાં જ સૂર્યવંશીના સેટ પરથી એવો વીડિયો આવ્યો છે, જેમાં અક્ષયકુમાર એક જબરદસ્ત સ્ટન્ટ કરતા નજર આવી રહ્યા છે, પણ હવે એમણે રિયલ લાઈફમાં એક એવો વીડિયો પોસ્ટ કર્યો છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા આ વીડિયોમાં અક્ષય એક બોટલનું ઢાકણું ખોલતા નજર આવી રહ્યા છે, પણ હાથથી નહીં, પરંતુ પોતાના કિકથી. અક્ષયની આ નવી સ્કિલને જોઈને તમે પણ વિચાર કરશો કે આ કેવી રીતે કર્યુ? અક્ષય કિક મારે છે અને એક જ ઝટકામાં બોટલનું ઢાકણું હવામાં ઉડી જાય છે, પણ બોટલ નીચે પડતી નથી. અક્ષયે કેપ્શનમાં જણાવ્યું છે કે આખરે એમણે એવું કેમ કર્યું. હકીકતમાં આ સમયે Bottle Cap Challenge ચાલી રહ્યું છે, જેમાં માર્શલ આર્ટ્સના એક્સપર્ટ કિકથી બોટલનું ઢાકણું ખોલતા વીડિયોઝ પોસ્ટ કરી રહ્યા છે.

 

 

અક્ષયે કેપ્શનમાં લખ્યું છે કે- હું મારી જાતને રોકી શક્યો નહતો. બોટલ કેપ ચેલેન્જ. મારા એક્શન આદર્શ સ્ટેથમથી પ્રેરિત. અક્ષયે પોતાના ફૅન્સ અને ફોલોઅર્સની આ ચેલેન્જને સ્વીકાર કરવા માટે આહ્વાન કરતા લખ્યું છે કે જો વીડિયો સારો રહેશે, તો એને રિપોસ્ટ અને રીટ્વિટ કરશે.

આ પણ વાંચો : જુઓ ગ્લેમરસ તસવીરમાં ગુજ્જુ ગર્લ અવની મોદીની કાતિલ અદા

જેવી રીતે અક્ષયે જણાવ્યું કે, એમણે બોટલ કેપ ચેલેન્જ માટે કોઈને પડકાર નથી આપ્યો, પરંતુ જેસન સ્ટેથમથી પ્રેરિત થઈને એમએ કિકથી કેપ ખોલ્યું. ઉપર આપવામાં આવેલા આ વીડિયોમાં તમે જેસનને કિકથી ઢાકણું ખોલતા તમે જોઈ શકો છો. જોકે જેસને કેપ એક ચેલેન્જ બાદ ખોલ્યું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK