Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દરેક વ્યક્તિએ એક વાર સાડી પહેરવી જોઈએ: અક્ષયકુમાર

દરેક વ્યક્તિએ એક વાર સાડી પહેરવી જોઈએ: અક્ષયકુમાર

25 October, 2020 05:58 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દરેક વ્યક્તિએ એક વાર સાડી પહેરવી જોઈએ: અક્ષયકુમાર

અક્ષયકુમાર

અક્ષયકુમાર


અક્ષયકુમારનું કહેવું છે કે દરેક વ્યક્તિએ એક વાર સાડી પહેરવી જોઈએ જેથી એ કેટલી મુશ્કેલ હોય છે એની તેમને જાણ થાય. તેની આવનારી ફિલ્મ ‘લક્ષ્મી બૉમ્બ’માં તે સાડી, બિંદી, બંગડી અને પોનીટેલમાં જોવા મળશે. આ ફિલ્મ વિશે બિહાઇન્ડ ધ સીન વાત કરતાં મનીષ પૉલને અક્ષયકુમારે કહ્યું હતું કે ‘એક શબ્દમાં કહું તો સાડી દુનિયાભરમાં ખૂબ અદ્ભુત આઉટફિટ છે. સાડી પહેરવોનો મારા માટે એક અલગ જ અનુભવ રહ્યો હતો. એકદમ ફ્રેન્ક્‍‍લી કહું તો સાડી પહેરવી ખૂબ મુશ્કેલ છે. શરૂઆતના દિવસોમાં શૂટિંગ દરમ્યાન મારી સાડી વારંવાર નીકળી જતી હતી. સાડીમાં હું આમતેમ સરખી રીતે ચાલી પણ નહોતો શકતો. ડાન્સિંગ અને ફાઇટિંગ વિશે તો ભૂલી જ જાઓ. હું મારા કૉસ્ચ્યુમ ડિઝાઇનરનો આભાર માનું છું કે તે દરેક શૉટ દરમ્યાન મારું પલ્લું અને સાડીને સરખાં કરતો હતો. હું એ દરેક મહિલાઓને સૅલ્યુટ કરું છું જેઓ ખૂબ જ સહેલાઈથી સાડી પહેરી શકે છે. જો તમે આ સાડી પહેરવાની પ્રોસેસને અપ્ર્રિશિયેટ કરવા માગતા હો તો દરેક વ્યક્તિએ એક વાર સાડી જરૂર પહેરવી જોઈએ. તમને પણ ખબર પડશે એ કે કેટલી મુશ્કેલ હોય છે.’


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2020 05:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK