અક્ષય કુમાર એકમાત્ર ભારતીય અભિનેતા, જે છે ફોર્બ્સના ટૉપ 100 લિસ્ટમાં

મુંબઈ ડેસ્ક | Jul 11, 2019, 16:59 IST

ફોર્બ્સની હાઇએસ્ટ પેઇડ સેલિબ્રિટિઝ લિસ્ટમાં 2019માં સૌથી વધુ કમાણી કરનાર બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર છે.

અક્ષય કુમાર (ફાઇલ ફોટો)
અક્ષય કુમાર (ફાઇલ ફોટો)

Forbesનું લિસ્ટમાં ટૉપ 100 પેઇડ સેલિબ્રિટિઝમાં અક્ષય કુમારે હોલીવુડના સ્ટાર્સને પણ પાછળ મૂકી દીધા છે. ફોર્બ્સએ વિશ્વના આ વર્ષે સૌથી વધુ કમાણી કરતાં સ્ટાર્સની લિસ્ટ જાહેર કરી છે. આમાં ભારતમાંથી ફક્ત અક્ષય જ સ્થાન મેળવી શક્યો છે. આ લિસ્ટમાંથી સલમાન ખાન પણ બહાર થઈ ગયો છે.

2019માં સૌથી વધુ કમાણી કરનારા બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર છે. ફોર્બ્સની લિસ્ટ જાહેર થઈ ગઈ છે જેમાં અક્ષય કુમાર કમાણી કરનારામાં પહેલા નંબરે આવે છે. જણાવીએ કે લિસ્ટમાં ક્યારેક ભારતના ચાર અભિનેતાઓ અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન અને અક્ષય કુમાર સામેલ હતા. પણ હવે આ લિસ્ટમાં ફક્ત અક્ષય કુમારનું નામ જ સામેલ છે.

ગયા વર્ષની વાત કરીએ, તો વર્ષ 2018માં અક્ષય કુમારે બધાં ભારતીય સ્ટાર્સને કમાણી બાબતે પાછળ મૂકી દીધા હતા. છતાં ગયા વર્ષે સલમાન ખાનને પણ આ લિસ્ટમાં સ્થાન મળ્યું હતું પણ વર્ષ 2019માં સલમાનની પણ આ લિસ્ટમાંથી છૂટ્ટી થઈ ગઈ છે.

અક્ષય કુમાર વિશ્વના સૌથી વધુ કમાણી કરતાં સ્ટાર્સમાં 33માં સ્થાને છે. તેની એક વર્ષની કુલ કમાણી 65 મિલિયન ડૉલર (લગભગ 445 કરોડ રૂપિયા) છે. તેની સાથે જ તેણે કમાણી મામલે ભારતીય સિતારા જ નહીં પણ હોલીવુડના દિગ્ગ્જો રિહાના, જૈકી ચેન, બ્રેડલી કૂપર. સ્કારલેટ જૉનસન જેવા સ્ટાર્સને પણ પાછળ છોડી દીધા છે.

આ પણ વાંચો : અરમાન ભાનુશાલી: 9ની વયે 3 મોટા ઓપરેશન છતાં સ્ટેજ પર ધમાલ મચાવે છે મિરેકલ બૉય

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલનું ટિઝર રિલીઝ થયું છે જેમાં મુખ્ય પાત્રોની ઝલક દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં અક્ષય કુમારના પાત્રનું નામ રાકેશ ધવન છે જ્યારે વિદ્યા બાલન તારા શિંદેનું પાત્ર ભજવે છે જે મિશન લીડર છે. સામાન્ય પાત્રોની અસામાન્ય સફળતાને આ સ્ટોરીમાં દર્શાવવામાં આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK