સ્કૉટલેન્ડમાં બેલ બૉટમના શૂટિંગ દરમિયાન વાયરલ થઈ અક્ષય કુમારની તસવીરો

Published: Sep 05, 2020, 18:53 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

ફિલ્મ એક સ્પાય થ્રિલર બેઝ્ડ ફિલ્મ હશે જે વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે.

સ્કૉટલેન્ડમાં બેલ બૉટમનું શૂટિંગ શરૂ (તસવીર સૌજન્ય ટ્વિટર)
સ્કૉટલેન્ડમાં બેલ બૉટમનું શૂટિંગ શરૂ (તસવીર સૌજન્ય ટ્વિટર)

બોલીવુડ (Bollywood Actor) અભિનેતા અક્ષય (Akshay Kumar) કુમારની અપકમિંગ ફિલ્મ 'બેલ (Bell Bottom) બૉટમ'ના શૂટિંગ દરમિયાનની તસવીરો સોશિયલ (Social Media) મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોએ ફિલ્મને લઈને ચાહકોમાં એક્સાઇટમેન્ટ વધારી દીધી છે. વાયરલ થતી આ તસવીરોમાં અક્ષય (Akshay Kumar) કુમાર બ્લૂ બ્લેઝર સ્વેટશર્ટ અને બ્રાઉન ટ્રાઉઝર પહેરેલો જોવા મળે છે.

તો બીજી એક તસવીરમાં તે બ્લેક સ્વેટર અને ગ્રે જેકેટમાં દેખાય છે. આ તસીવરો સ્કૉટલેન્ડના ગ્લાસગો શહેની છે. ગયા મહિને અક્ષય લારા દત્તા અને હુમા કુરેશી સાથે ઍરપોર્ટ પર જોવા મળ્યા હતા. તે પોતાની ફિલ્મ બૅલ બૉટમના શૂટિંગ માટે રવાના થયા હતા. વાણી કપૂર આ ફિલ્મમાં ફીમેલ લીડ રોલમાં જોવા મળશે.

વાણી 2 સપ્ટેમ્બરના એરપૉર્ટ પર જોવા મળી હતી અને તે લંડનમાં પોતાની બાકીની ટીમને જૉઇન કરશે. ફિલ્મ વિશે વાત કરતાં જણાવવાનું કે આ એક સ્પાય થ્રિલર બેઝ્ડ ફિલ્મ હશે જે વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે. ફિલ્મનું નિર્દેશન રંજીત એમ તિવારી કરી રહ્યા છે અને આ ફિલ્મ 2 એપ્રિલ 2021ના રિલીઝ થવાની ચર્ચા છે. બૅલ બૉટમ તે બધી મોટી ફિલ્મોમાંની એક છે જેનું શૂટિંગ લૉકડાઉન પછી શરૂ કરી દેવામાં આવ્યું છે.

માર્ચમાં દેશમાં થયેલ લૉકડાઉન પછી ફિલ્મ અને ટીવી શૉના શૂટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 23 ઑગસ્ટના કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ જાહેરાત કરી કે ટીવી શૉ અને ફિલ્મોનું શૂટિંગ ચોક્કસ દિશાનિર્દેસો સાથે શરૂ કરી શકાય છે. અક્ષયની આગામી ફિલ્મોની વાત કરીએ તો ફિલ્મ લક્ષ્મી બૉમ્બ ટૂંક સમયમાં જ હૉટસ્ટાર પર જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK