અક્ષયના નૅપ્કિનને અડ્યા તો ખેર નથી

Published: 11th November, 2012 05:00 IST

સેટ પર બધા લોકોને આમ કહેતો ફરે છે અક્કીનો માથાફરેલ ડ્રેસમૅનદરેક ઍક્ટર માટે સેટ પર ડ્રેસમૅનની વ્યવસ્થા રાખવામાં આવે છે જે કલાકારનાં ફિલ્મનાં તમામ કપડાં પર નજર રાખે છે. જોકે અક્ષયની આગામી ફિલ્મના સેટ પર તેના ડ્રેસમૅનની જવાબદારી ઉપાડનાર વ્યક્તિ તેના ડ્રેસની સાથોસાથ અક્ષય પોતાનો પરસેવો લૂછવા માટે જે નૅપ્કિનનો ઉપયોગ કરે છે એનું પણ ખાસ ધ્યાન રાખે છે. આઉટડોર શૂટિંગમાં ભારે ગરમીને કારણે પરસેવાનું પ્રમાણ વધી જતાં નૅપ્કિનનો વપરાશ પણ વધી જાય છે. આવા સંજોગોમાં ડ્રેસમૅન પોતાના ટ્રાઉઝરના બેલ્ટમાં આ નૅપ્કિનને ભરાવીને એને સૂકવી દે છે. જો કોઈ વ્યક્તિ જાણીને કે અજાણતાં આ નૅપ્કિનને અડી જાય તો આ ડ્રેસમૅનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે અને આને કારણે તે સેટ પર લગભગ બધી વ્યક્તિઓને અક્કીના નૅપ્કિનને હાથ અડાડ્યો તો ખેર નથી એવી ધમકી આપતો ફરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK