Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભૂલ ભૂલૈયા 2માં કાર્તિક આર્યન સાથે દેખાઈ શકે છે અક્ષય કુમાર

ભૂલ ભૂલૈયા 2માં કાર્તિક આર્યન સાથે દેખાઈ શકે છે અક્ષય કુમાર

30 August, 2019 07:14 PM IST | મુંબઈ ડેસ્ક

ભૂલ ભૂલૈયા 2માં કાર્તિક આર્યન સાથે દેખાઈ શકે છે અક્ષય કુમાર

અક્ષય કુમાર, કાર્તિક આર્યન

અક્ષય કુમાર, કાર્તિક આર્યન


ભૂલ ભૂલૈયા 2નું પોસ્ટર થોડા દિવસો પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું હતું. પોસ્ટર રિલીઝ થતાંની સાથે જ આ વાત સ્પષ્ટ થઈ ગઈ કે આ ફિલ્મમાં અક્ષય કુમાર નહીં પણ કાર્તિક આર્યન જોવા મળશે. પણ આ વાત અક્ષય કુમારના ચાહકોને પસંદ આવી નથી અને તેમણે કાર્તિક આર્યનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું અને ડાયરેક્ટર સામે એ ડિમાન્ડ મૂકી છે કે ફિલ્મમાં અક્ષય કુમારને પાછા લાવો.

 
 
 
View this post on Instagram

Teri Aankhein Bhool Bhulaiyaa Baatein hai Bhool Bhulaiyaa ? #BhoolBhulaiyaa2 ?✌???

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) onAug 18, 2019 at 11:52pm PDT




ચાહકોનું કહેવું છે કે આ ફિલ્મમાં અક્ષયની જગ્યા કોઇ લઈ શકે તેમ નથી. કુલ મળીને કહીએ તો ભૂલ ભૂલૈયા 2માં કાર્તિકને જોઈને ચાહકો ઘણાં ઉદાસ થયા છે. પણ હવે ચાહકો માટે સારા સમાચાર છે. ડાયરેક્ટર અનીઝ બઝમી કહે છે કે ફિલ્મની સ્ક્રિપ્ટ રાઈટિંગનું કામ હજી પૂરું થયું નથી એવામાં આશા છે કે અક્ષય કુમારને પણ ફિલ્મ સાથે જોડી શકાય છે.


પિન્કવિલા પ્રમાણે, ડાયરેક્ટરનું કહેવું છે કે ખૂબ જ ખુશી થશે જો અક્ષય કુમાર આ ફિલ્મ સાથે જોડાશે. એક ઇન્ટરવ્યૂમાં અનીઝ બઝમીએ કહ્યું કે, મેં અક્ષય સાથે પહેલા પણ ફિલ્મોમાં કામ કર્યું છે. અમારા બન્ને વચ્ચે સારી મૈત્રી છે. જો તે આ ફિલ્મ સાથે જોડાશે તો મને સારું લાગશે.

 
 
 
View this post on Instagram

Ghostbuster is all set to enter ? Hare Ram Hare Ram ? Hare Krishna Hare Ram ? ? ? ❤️ #Bhoolbhulaiyaa2 ✌?

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) onAug 18, 2019 at 8:14pm PDT

અનીસે કહ્યું કે, ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ હજી પૂરું થયું નથી. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ફિલ્મને એવી રીતે લખવામાં આવે કે અક્ષય કુમારને પણ બોલાવી શકાય, ભલે તે ગેસ્ટ અપીયરેન્સ માટે પણ આવે. અમે સ્ક્રિપ્ટ લખીને તેની સાથે વાત કરશું જો તે માની જાય તો આ ફિલ્મમાં દેખાઇ શકે છે,

આ પણ વાંચો : 14 વર્ષ બાદ આટલા બદલાઈ ગયા છે શક્તિમાનના કલાકારો, જુઓ તસવીરો

એટલું જ નહીં કાર્તિક આર્યન પણ અક્ષય કુમારના આવવાથી ખૂબ જ ખુશ થશે. કાર્તિક આર્યન અક્ષય કુમારનો ખૂબ જ મોટો ચાહક છે. તો જો કાર્તિક, તેની સાથે કામ કરી શકશે તો તેને પણ ખૂબ જ ગમશે. જણાવીએ કે વર્ષ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ ભૂલ ભૂલૈયામાં અક્ષય કુમાર, વિદ્યા બાલન અને શાઈની આહૂજા લીડ રોલમાં હતા. આ એક હૉરર કૉમેડી ફિલ્મ હતી.

Whatsapp-channel Whatsapp-channel

30 August, 2019 07:14 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK