Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષયકુમાર કરી શકે છે અમિતાભ બચ્ચનની આ હિટ ફિલ્મનું રિમેક

અક્ષયકુમાર કરી શકે છે અમિતાભ બચ્ચનની આ હિટ ફિલ્મનું રિમેક

16 April, 2019 03:40 PM IST |

અક્ષયકુમાર કરી શકે છે અમિતાભ બચ્ચનની આ હિટ ફિલ્મનું રિમેક

અક્ષયકુમાર અને અમિતાભ બચ્ચન

અક્ષયકુમાર અને અમિતાભ બચ્ચન


બૉલીવુડમાં રિમેક ફિલ્મો બનતી આવી છે અને સુપરહિટ પણ રહી છે. એવામાં હજી એક રિમેક ફિલ્મના સમાચાર આવી રહ્યા છે. ફારાહ ખાનને રોહિત શેટ્ટીએ 1982માં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'સત્તે પે સત્તા'નું રિમેક બનાવવાની જવાબદાર સોંપી છે.

હા, અમિતાભ બચ્ચન અને હેમા માલિની સ્ટારર ફિલ્મ 'સત્તે પે સત્તા'નું રિમેક બનવાની તૈયારીમાં છે. માહિતી અનુસાર આ ફિલ્મ અક્ષય કુમારને ઑફર કરવામાં આવી છે અને તે અમિતાભ બચ્ચનવાળા પાત્રમાં જોવા મળશે. બતાવી દઈએ કે અક્ષય આ સમયે રોહિતની સાથે 'સૂર્યવંશી' કરી રહ્યો છે અને ફારાહની સાથે 'તીસ માર ખાન' કરી ચૂક્યો છે. જ્યાં હેમા માલિનીના રોલમાં દીપિકા પાદુકોણનું જોવા મળશે. દીપિકાને એની પહેલા ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'માં ફારાહને હેમા માલિનીવાળા અંદાજમાં જ દર્શાવી હતી.



આ પણ વાંચો : ઈન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ ટીઝરઃ અર્જુન કપૂરની આ ફિલ્મ છે બહાદુરીની ગાથા


જાણકારી મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને હેમા માલિની પણ વિશેષ ભૂમિકામાં નજર આવી શકે છે. સત્તે પે સત્તા અમેરિકન મ્યૂઝિકલ ફિલ્મ સેવન બ્રાઈડ્સ ફૉર સેવન બ્રધર્સની રિમેક હતી. હવે રિમેકનું રિમેક બનવામાં આવી રહી છે. આમ તો આ સાત ભાઈઓની વાર્તા છે જે અસંગઠિત રીતે જીવે છે. મોટા ભાઈ રવિને ઈન્દૂ નામની મહિલાથી પ્યાર થઈ જાય છે અને રવિના ઘરે આવીને ઈન્દૂ બધા ભાઈઓની શિષ્ટાચાર શીખવે છે અને બધા ભાઈ કોઈને પણ દિલ આપી દે છે. રાજ એન સિપ્પી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સફળતા પ્રાપ્ત કરી નથી. કારણ કે તે દિવસોમાં અમિતાબ બચ્ચનની ફિલ્મોને મળતી હતી. પરંતુ બાદ ટેલિવિઝન પર આ ફિલ્મ ઘણી પસંદ કરવામાં આવી અને રાહુલ દેવ બર્મનના કંપોઝ કરેલા ગીતો પણ ખૂબ લોકપ્રિય હતા.


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2019 03:40 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK