શું છે અક્ષયની ફિટનેસનો ભેદ, ઇન્સ્ટા લાઇવમાં કર્યો ખુલાસો, જાણો અહીં...

Published: 11th September, 2020 11:45 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

અક્ષય કુમારે એક્ટ્રેસ હુમા કુરેશી સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ કર્યું, જેમાં બિયર ગ્રિલ્સ પણ તેની સાથે જોડાયો હતો.

અક્ષય કુમાર ઇન્સ્ટાગ્રામ લાઇવ પર
અક્ષય કુમાર ઇન્સ્ટાગ્રામ લાઇવ પર

બોલીવુડ એક્ટર (Bollywood Actor Akshay Kumar) અક્ષય કુમાર પૉપ્યુલર શૉ 'ઇન ટુ (Into the Wild) ધ વાઇલ્ડ'માં જોવા મળશે. આમાં તે બિયર ગ્રિલ્સના ગાઢ જંગલોમાં એડવેન્ચર કરતો દેખાશે. તાજેતરમાં જ શૉનો પ્રોમો (Promo Release) રિલીઝ કરી દેવામાં આવ્યો છે, જે ખૂબ જ લોકપ્રિય થયો. દરમિયાન અક્ષય કુમારે એક્ટ્રેસ હુમા (Huma Qureshi) કુરેશી સાથે ઇન્સ્ટાગ્રામ (Instagram Live) લાઇવ કર્યું, જેમાં બિયર (Bear Grylls) ગ્રિલ્સ પણ તેની સાથે જોડાયો હતો.

અક્ષય કુમારે 'ઇન ટુ ધ વાઇલ્ડ' માટે કામ કરવાનો અનુભવ શૅર કર્યો. ઇન્સ્ટાગ્રામ લાઇવ ચૅટ દરમિયાન હુમાએ અક્ષય કુમારને પૂછ્યું કે બિયર ગ્રિલ્સે તને કેવી રીતે 'હાથીના પૂપની ચાય' પીવા માટે મનાવી લીધા? આના જવાબમાં અક્ષય કુમારે કહ્યું કે આ તેની માટે કોઇ મોટી વાત નથી અને તે આને લઈને એક્સાઇટેડ હતો. અક્ષયે જણાવ્યું કે તે આયુર્વેદિક કારણોસર રોજ ગૌમૂત્ર પીતો હતો.

લાઇવ ચૅટમાં બિયર ગ્રિલ્સે અક્ષય કુમારના ઘણાં વખાણ કર્યા અને કહ્યું કે જ્યારે લોકો ફેમસ થઈ જાય છે, તો તે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કામ કરવાનું બંધ કરી જે છે, કારણકે તેમને નબળાં દેખાવાનો ડર હોય છે પણ અક્ષય એવો નથી અને તે દરેક વસ્તુ માટે તૈયાર હતો.

 
 
 
View this post on Instagram

@beargrylls @iamhumaq @discoveryplusindia @discoverychannelin

A post shared by Akshay Kumar (@akshaykumar) onSep 10, 2020 at 2:06am PDT

જણાવવાનું કે 'ઇન ટુ ધ વાઇલ્ડ'નો આ સ્પેશયલ એપિસોડ આ વર્ષની શરૂઆતમાં બાંદીપુર નેશનલ પાર્ક અને ટાઇગર રિઝર્વમાં શૂટ કરવામાં આવ્યો હતો. 'ઇન ટૂ ધ વાઇલ્ડ'નો આ એપિસોડ 11 સપ્ટેમ્બરના રાતે 8 વાગ્યે ડિસ્કવરી પ્લસ પર ટેલિકાસ્ટ થશે.

આ પહેલા શૉના પ્રોમોમાં અક્ષય કુમાર, બિયર ગ્રિલ્સ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. અક્ષય જણાવે છે કે તેના પિતા તેની માટે સૌથી મોટી પ્રેરણા છે અને તે તેમના જ નિયમો-કાયદાઓને ફૉલો કરે છે. અક્ષયે કહ્યું કે, "મારા પિતાએ મારા જીવનને સૌથી વધારે પ્રભાવિત કર્યું છે અને હું તેમના જ નિયમ-કાયદા ફૉલો કરું છું. મને આશા છે કે મારા દીકરા પણ આ રસ્તે ચાલશે."

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK