Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'ગુડ ન્યૂઝ' અક્ષયકુમાર અને કરીના કપૂરની ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ

'ગુડ ન્યૂઝ' અક્ષયકુમાર અને કરીના કપૂરની ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ

14 November, 2019 02:19 PM IST | Mumbai

'ગુડ ન્યૂઝ' અક્ષયકુમાર અને કરીના કપૂરની ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ

'ગુડ ન્યૂઝ' ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ

'ગુડ ન્યૂઝ' ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ


કરીના કપૂર, અક્ષય કુમાર, કિઆરા અડવાણી અને દિલજિત દોસાંજ સ્ટારર ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’નો ફર્સ્ટ લૂક રિલીઝ થયો છે. આ ફિલ્મથી રાજ મહેતા ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કરતાં અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘વર્ષની સૌથી સ્ટુપિડ મિસ્ટેક આવી રહી છે.’

સાથે જ પંજાબી સિંગર અને એક્ટર દિલજિત દોસાંજલનું પણ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ થયું છે. તેમજ ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ને કરણ જોહરે પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ સરોગસી પર આધારિત છે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર 27 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.



'બચ્ચન પાન્ડે'માં જોવા મળશે અક્ષય


સાથે જ અક્ષયકુમારની 2020ની ક્રિસમસ પર રિલીઝ થનારી ‘બચ્ચન પાન્ડે’માં ક્રિતી જોવા મળશે એવી ચર્ચા ચાલી હતી. જોકે આ ચર્ચા પર હવે સાજિદ નડિયાદવાલાની મોહર લાગી ગઈ છે.

આ પણ વાંચો : Deepika Ranveer Anniversary: જુઓ તેમના લગ્નનો આખો આલ્બમ ફરી એક વાર....


ક્રિતી સૅનન અને અક્ષયકુમાર ફરી સાથે કામ કરશે. ‘હાઉસફુલ 4’માં સાથે કામ કર્યા બાદ આ જોડી ફરી સાથે જોવા મળશે. અક્ષયકુમારની ૨૦૨૦ની ક્રિસમસ પર રિલીઝ થનારી ‘બચ્ચન પાન્ડે’માં ક્રિતી જોવા મળશે એવી ચર્ચા ચાલી હતી. જોકે આ ચર્ચા પર હવે સાજિદ નડિયાદવાલાની મોહર લાગી ગઈ છે. નડિયાદવાલા ગ્રૅન્ડસન પ્રોડક્શન હાઉસ દ્વારા ટ્વિટર પર આ વિશે જાહેરાત આપવામાં આવી હતી. આ ફિલ્મને ફરહાદ સામજી ડિરેક્ટ કરી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

14 November, 2019 02:19 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK