સિનિયર સ્ટન્ટમેનના મેડિક્લેમ માટે મદદ કરશે અક્ષયકુમાર

મોહર બાસુ | Apr 02, 2019, 12:00 IST

તેણે સ્ટન્ટમૅન માટે ઇન્શ્યૉરન્સની સુવિધા શરૂ કરી હતી અને હવે ૫૫થી વધુની ઉંમરના સ્ટન્ટમૅન અને તેમની ફૅમિલીની સિક્યૉરિટી માટે કોશિશ કરી રહ્યો છે

સિનિયર સ્ટન્ટમેનના મેડિક્લેમ માટે મદદ કરશે અક્ષયકુમાર
અક્ષયકુમાર (ફાઈલ ફોટો)

બૉલીવુડના સિનિયર સ્ટન્ટમૅનના મેડિક્લેમ માટે અક્ષયકુમાર મદદ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. બે વર્ષ પહેલાં સ્ટન્ટમૅન અબ્દુલ સત્તર મુન્નાનું મૃત્યુ થયું હતું. તે મલયાલમ ફિલ્મના સેટ પર જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો. તેની ફૅમિલીને હાલમાં જ ૨૦ લાખ રૂપિયાનું કૉમ્પેનસેશન આપવામાં આવ્યું છે. તેની ફૅમિલીને ૨૦ લાખ રૂપિયા મળ્યાં એ પાછળ અક્ષયકુમારનો હાથ છે. અક્ષયકુમાર તેની ઍક્શન-હીરોની ઇમેજને ખૂબ જ પસંદ કરે છે અને તેણે સ્ટન્ટમૅન માટે ઇન્શ્યૉરન્સ સ્કીમ લૉન્ચ કરી હતી. મૂવી સ્ટન્ટ અસોસિએશનના જનરલ સેક્રેટરી એજાઝ ગુલાબે સિનિયર સ્ટન્ટમૅનના મેડિકલ કવરેજ માટે અક્ષયકુમાર પાસે મદદ માગી છે. આ વિશે એજાઝ ગુલાબે કહ્યું હતું કે ‘બે વર્ષ પહેલાં સ્ટન્ટમૅનની ફૅમિલી માટે ૨૦ લાખ રૂપિયાનું કૉમ્પેનસેશન મેળવવું નામુમકિન હતું. જોકે અક્ષયસરે અમારા માટે એ શક્ય કરી દેખાડ્યું હતું. અમારા અસોસિએશનમાં ૫૫૦ સ્ટન્ટમેન રિજસ્ટર્ડ છે અને તેમના માટે મેડિક્લેમ અને ઇન્શ્યૉરન્સની સુવિધા અમે શરૂ કરી છે. અમારું પ્રીમિયમ પણ તેઓ પોતે ભરે છે.

આ પણ વાંચોઃ સેટ પર પ્રેંક કરવા માટે જાણીતા છે આ બોલીવૂડ સ્ટાર્સ

ઇન્શ્યૉરન્સ કંપની ૧૮થી ૫૫ વર્ષ સુધીના સ્ટન્ટમૅનનું મેડિક્લેમ અને ઇન્શ્યૉરન્સ કવર કરે છે, પરંતુ ઘણા સિનિયર સ્ટન્ટમેન પણ છે. જો તેમને સેટ પર કંઈ થઈ ગયું તો ડોનેશન દ્વારા પણ અમે તેમના માટે પૈસા ભેગા નહીં કરી શકીએ. કેટલાક સ્ટન્ટમેન એવા છે કે તેમના પર જ તેમનું ઘર ચાલતું હોય છે. સિનિયર સ્ટન્ટમૅન પાસે મેડિક્લેમ ન હોવાથી તેમને કામ નથી મળી રહ્યું અને મળે તો તેમની લાઇફની કોઈ સિક્યૉરિટી નથી હોતી. મેં આ વિશે અક્ષયસર સાથે વાત કરી છે. તેઓ વધુ એક જાદુ કરે એની રાહ જોઈ રહ્યા છીએ.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK