Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અધધધ ફી વધારી અક્ષયકુમારે

અધધધ ફી વધારી અક્ષયકુમારે

29 December, 2020 04:53 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અધધધ ફી વધારી અક્ષયકુમારે

અધધધ ફી વધારી અક્ષયકુમારે


અક્ષયકુમારે તેની આવનારી ફિલ્મો માટેની ફીમાં ધરખમ વધારો કર્યો છે. અક્ષયકુમાર ઇન્ડસ્ટ્રીમાં સૌથી બિઝી ઍક્ટરમાંનો એક છે. તે જ્યારે ફિલ્મનું શૂટિંગ ન કરતો હોય તો એ દરમ્યાન સ્ક્રિપ્ટ વાંચતો હોય છે. તે એટલો તો બિઝી છે કે ૨૦૨૧ અને ૨૦૨૨ સુધીની ફિલ્મોની રિલીઝની તારીખ નક્કી થઈ ગઈ છે. બે વર્ષ સુધીની તેની શૂટિંગની તારીખો પણ બુક થઈ ગઈ છે. માર્કેટમાં તેનો સિક્કો ખૂબ ઊંચે ઊછળે છે. એ વાતનો ફાયદો ઉઠાવતાં તેણે લૉકડાઉનમાં પોતાની ફી ૯૯ કરોડથી વધારીને ૧૦૮ કરોડ રૂપિયા કરી હતી. જોકે એ ફીને પણ હવે ધીમે-ધીમે વધારતાં ૧૧૭ કરોડ પર તેણે ફિલ્મો સાઇન કરી છે. દરેક પ્રોડ્યુસરની ઇચ્છા અક્ષયકુમાર સાથે કામ કરવાની છે. તાજેતરમાં હવે એવું જાણવા મળ્યું છે કે ૨૦૨૨માં જે ફિલ્મો રિલીઝ થવાની છે એના‍ માટે અક્ષયકુમારે ૧૩૫ કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. અક્ષયકુમાર મોટા ભાગે સામાજિક સંદેશ આપતી ફિલ્મો કરે છે. આવી ફિલ્મોને લોકો આવકાર પણ આપી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2020 04:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK