Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સૂર્યવંશીના સેટ પર ડાબા હાથમાં ઈજા થઈ અક્ષયકુમારને

સૂર્યવંશીના સેટ પર ડાબા હાથમાં ઈજા થઈ અક્ષયકુમારને

11 November, 2019 01:56 PM IST | Mumbai

સૂર્યવંશીના સેટ પર ડાબા હાથમાં ઈજા થઈ અક્ષયકુમારને

અક્ષયકુમાર

અક્ષયકુમાર


અક્ષયકુમારને ‘સૂર્યવંશી’નાં સેટ પર શૂટિંગ દરમ્યાન ડાબા હાથમાં ઇજા થઈ છે. અક્ષયકુમારના ડાબા હાથનાં મસલ ખેંચાઈ જતા તેનાં હાથ પર કાળી પટ્ટી લગાવવામાં આવી છે. આ કારણસર તેને થોડો આરામ કરવાનું કહેવામાં આવ્યું છે. હાથમાં ઇજા થવા છતાં પણ કામમાંથી અક્ષયકુમારે બ્રેક નથી લીધો. તેણે એ દિવસે પણ સતત શૂટિંગ ચાલુ રાખ્યુ હતું. અક્ષયકુમારે મ્યુઝીક વિડિયો ‘ફિલહાલ’માં કામ કર્યું છે. આ આલ્બમમાં તેની સાથે ક્રિતી સૅનનની બહેન નુપૂર સૅનન પણ જોવા મળી રહી છે. એનું ટીઝર રિલીઝ થતાં લોકોને એ આલ્બમ ખૂબ પસંદ પડી રહ્યો છે. કૅટરિના કૈફ સાથેનો એક વિડિયો અક્ષયકુમારે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ વિડિયોમાં અક્ષયકુમારનાં હાથની ઇજા સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘તમે લોકોએ કરેલી ‘ફિલહાલ’નાં ટીઝરની કમેન્ટ્સને હું વાંચી રહ્યો છું. તમારામાંથી ઘણાં ખરા લોકો કહી રહ્યાં છે કે તેમને ‘નમસ્તે લંડન’ની યાદ આવી ગઈ છે. સંયોગ અનુસાર હું અમારી પોતાની જૅઝ એટલે કે કૅટરિના કૈફ સાથે જ ‘સૂર્યવંશી’નું શૂટિંગ કરી રહ્યો હતો. અમારી પાસે તમારા માટે એક નાનકડી સરપ્રાઈઝ પણ છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 November, 2019 01:56 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK