Radhe Vs Laxmmi Bomb: સલમાન સાથે ક્લેશ પર અક્ષયે કહ્યું આવું...

Published: Dec 04, 2019, 16:36 IST | Mumbai Desk

બન્ને સુપરસ્ટાર્સના ચાહકો સાથે ટ્રેડની પણ આ ક્લેશ પર નજર છે. એવામાં અક્ષય કુમારે આને લઈને નિવેદન આપ્યું છે.

આવતાં વર્ષે ઇદ પર સલમાન ખાન અને અક્ષય કુમારની ફિલ્મો સામ-સામી હશે. સલમાન ખાનની રાધે- યોર મોસ્ટ વૉન્ટેડ ભાઇ અને અક્ષયની લક્ષ્મી બૉમ્બ બૉક્સ ઑફિસ પર ટકરાશે. આ ટક્કરને લઈને ઘણું બધું કહેવામાં આવી રહ્યું છે. બન્ને સુપરસ્ટાર્સના ચાહકો સાથે ટ્રેડની પણ આ ક્લેશ પર નજર છે. એવામાં અક્ષય કુમારે આને લઈને નિવેદન આપ્યું છે.

ઇદનો તહેવાર મોટાભાગે સલમાન ખાનની ફિલ્મોના નામે રહ્યો છે. તેની ફિલ્મો ઇદ પર રિલીઝ થાય છે અને તેણે બૉક્સ ઑફિસ પર સારું પ્રદર્શન કર્યું છે. 2019માં સલમાનની ભારત પણ ઇદ પર આવી હતી, જેણે 200 કરોડથી પણ વધારે કલેક્શન કર્યું હતું. 2020માં ઇદ પર પહેલા સલમાન ખાનની ફિલ્મ ઇંશાઅલ્લાહ રિલીઝ થવાની હતી, જેને સંજય લીલા ભણસાલી નિર્દેશિત કરી રહ્યા હતા, જ્યારે અક્ષય પોતાની ફિલ્મ સૂર્યવંશીને ઇદ પર લાવવાની જાહેરાત કરી ચૂક્યો હતો.

આ દરમિયાન આ ટક્કરથી બચવા માટે રોહિતે પોતાની ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ આગળ વધારીને માર્ચમાં કરી દીધી. તો બીજી તરફ, સલમાનની ફિલ્મ ઇંશાઅલ્લાહ બંધ થઈ ગઇ. ઇંશાઅલ્લાહ હટ્યા પછી અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બૉમ્બ ઇદ પર રિલીઝ કરવાની જાહેરાત કરી દીધી. તો અહીં, સલમાને ઇદ પર પોતાનો દાવો ન છોડ્યો અને થોડાં સમય પછી રાધેને ઇદ પર રિલીઝ કરવાની જાહેરાત કરી દીધી, જેના પછી આ નક્કી થઈ ગયું કે 2020ની ઇદ ધમાકેદાર હશે, કારણકે અક્ષય અને સલમાન જેવા સુપરસ્ટાર એક-બીજાની સામે હશે.

અત્યાર સુધી બન્ને કલાકારોએ આ ટક્કરને લઈને કોઇ નિવેદન નથી આપ્યું, પણ હવે અક્ષયે આ બાબતે પોતાની વાત રાખી છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પ્રમાણે અક્ષય સામે જ્યારે આ સવાલ આવ્યો કે આવતાં વર્ષે તે ઇદ પર સલમાન સામે હશે તો અક્ષયે કહ્યું કે- પહેલા હું આવ્યો છું, પણ કોઇપણ આવી શકે છે, આમાં કંઇ ખોટું નથી. ઇદનો દિવસ છે, બે ફિલ્મો આવી શકે છે, કેમ નથી આવી શકતી સાથે?

આ પણ વાંચો : આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો

અક્ષય હાલ પોતાની આગામી ફિલ્મ ગુડ ન્યૂઝના પ્રમોશન્સમાં લાગેલો છે, જે 27 ડિસેમ્બરના રિલીઝ થઈ રહી છે. રાજ મેહતા નિર્દેશિત ફિલ્મમાં કરીના કપૂર, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી મુખ્ય પાત્રોમાં સામેલ છે. ફિલ્મ સ્પર્મ બદલાઇ જવાના નવા વિષય પર આધારિત છે. તો સલમાન ખાનની 'દબંગ 3' 20 ડિસેમ્બરના રિલીઝ થવાની છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK