અક્ષય કુમારે પત્ની ટ્વિંકલ ખન્નાને ગિફ્ટ કર્યા કાંદાવાળા એરિંગ્સ, મળ્યું આવું રિએક્શન

Published: Dec 13, 2019, 12:03 IST | Mumbai Desk

ભારતમાં કાંદાની કિંમત વધીને આકાશે પહોંચ્યા છે એવામાં કદાચ જ કોઇ એવું હોય જેને આ ભેટ પસંદ ન આવે.

બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર ઘણીવાર પોતાના મસ્તીખોર અંદાજ અને પોતાના કૉમિક ટાઇમથી બધાંને હસાવે છે. તાજેતરમાં જ એક રસપ્રદ ઘટના બની જ્યારે અક્ષયે પત્ની માટે એક ભેટ લઈને પહોંચ્યો હતો. આ ભેટ બીજું કંઇ નહીં પણ કાંદાવાળા એરિંગ્સ હતા જે વાઇફ ટ્વિંકલ ખન્નાને ખૂબ જ ગમ્યા હતા. ભારતમાં કાંદાની કિંમત વધીને આકાશે પહોંચ્યા છે એવામાં કદાચ જ કોઇ એવું હોય જેને આ ભેટ પસંદ ન આવે.

તાજેતરમાં જ ટ્વિંકલ ખન્નાને પતિ અક્ષય કુમાર તરફથી એરિંગ્સ ભેટમાં મળ્યા છે. આ એરિંગ્સ અક્ષય કોઇ શૉરૂમ કે જ્વેલરી સ્ટોરમાંથી નહીં પણ ધ કપિલ શર્મા શૉના સેટ પરથી લઈ આવ્યો છે. હકીકતે તાજેતરમાં અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ ગુડ ન્યૂઝનું પ્રમોશન કરવા સોની ટીવીના ધ કપિલ શર્મા શૉમાં પહોંચ્યો હતો. આ શૉમાં તેની સાથે કરીના કપૂર ખાન, કિયારા અડવાણી અને દિલજીત પણ હાજર હતા. કાંદાવાળા એરિંગ્સ શૉમાં કરીના કપૂરને આપવામાં આવ્યા હતા પણ જ્યારે તેને આ એરિંગ્સમાં ખાસ રસ ન પડ્યો ત્યારે અક્ષયે આ એરિંગ્સ પોતાની વાઇફ માટે લઈ આવ્યા.

ટ્વિંકલે પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ગિફ્ટ મળવાની ખુશી વ્યક્ત કરતાં લખ્યું, મારા પાર્ટનરે ધ કપિલ શર્મા શૉમાંથી પરફોર્મ કરીને પાછા આવીને મને આ બતાવ્યું અને કહ્યું કે, તે લોકો આ કરીનાને બતાવી રહ્યા હતા પણ મને લાગે છે કે તે આનાથી ઇમ્પ્રેસ થઈ ન હતી એટલે હું આ તારી માટે લઈ આવ્યો, મને ખબર છે કે તને આ ગમશે, ક્યારેક ક્યારેક આવી એક નાની અને બાલીશ વસ્તું હોય છે જે તમારા મનને સ્પર્શી જાય છે, કાંદાના એરિંગ્સ, બેસ્ટ પ્રેઝેન્ટ અવોર્ડ.

આ પણ વાંચો : બ્લેક કલરના ડ્રેસમાં બૅબો મચાવી રહી છે ધૂમ, જુઓ ગ્લેમરસ તસવીરો

જણાવીએ કે અક્ષય કુમાર કપિલ શર્માના શૉમાં પોતાની આગામી ફિલ્મ ગુડ ન્યૂઝ માટે પહોંચ્યો હતો. રાજ મેહતા દ્વારા નિર્દેશિત આ ફિલ્મને 27 ડિસેમ્બરના રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં અક્ષય કુમારની સાથે કરીના કપૂર ખાન, કિયારા અડવાણી અને દિલજીત દોસાંઝ પણ મુખ્ય પાત્રોમાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK