'હાઉસફુલ 4'ના એડિટર નિમિશની મોત, અક્ષય કુમારે વ્યક્ત કર્યો શોક

Published: 26th November, 2019 14:43 IST | Mumbai Desk

નિમિશ હાઇ બ્લડ પ્રેશરના દર્દી હતા, જેને કારણે તેમને બ્રેન હેમરેજ થયું હતું. અક્ષય કુમારે નિમિશના નિધન પર શોક વ્યક્ત કર્યું છે.

બોલીવુડના જાણીતાં સાઉન્ડ એડિટર નિમિશ પિલંકરનું 29 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે. રિપોર્ટ્સ પ્રમાણે, નિમિશ હાઇ બ્લડ પ્રેશરના દર્દી હતા, જેને કારણે તેમને બ્રેન હેમરેજ થયું હતું. અક્ષય કુમારે નિમિશના નિધન પર શોક વ્યક્ત કર્યું છે.

અક્ષયે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, "નિમિશ પિલંકરના નિધનના સમાચાર વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું, તે પણ આટલી નાની ઉંમરમાં. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે." નિમિશ સાઉન્ડ એડિટર હતો અને 'રેસ 3' 'હાઉસફુલ 4' અને 'મરજાવા' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.

ચર્ચાઓ પ્રમાણે નિમિશને ગોવામાં થયેલા 50માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન વધારે કામ કરવાને કારણે હાઇ બ્લડ પ્રેશર થયું. જેના કારણે તેના મગજ પર અસર થઈ અને તેનું બ્રેન હેમરેજ થઈ ગયું અને તેનું નિધન થઈ ગયું.

જણાવીએ કે અક્ષય એક જ એવો એક્ટર છે જેણે નિમિશ પિલંકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેના સિવાય ડાયરેક્ટરથી લઈને એક્ટર્સ સુધી કોઇએ પણ નિમિશને શ્રદ્ધાંજલિ આપી નથી. જેના કારણે ફિલ્મફેર પત્રિકાના સંપાદક રહ્યા અને કેટલીય ફિલ્મો સાથે જોડાયેલા રાઇટર, ડાયરેક્ટર ખાલિદ મોહમ્મદ બોલીવુડ પર ગુસ્સે થતો દેખાયો.

ખાલિદે લખ્યું, "29 વર્ષની ઉંમરના સાઉંડ ટેક્નીશિયન નિમિશ પિલંકારનું નિધન, હાઇ બ્લડ પ્રેશરના કારણે બ્રેન હેમરેજ થઈ ગયું. ટેક્નીશિયન બોલીવુડ સિનેમાની કરોડ રજ્જૂ છે. પણ કોઇને તેની પરવા નથી? આ સમય જુદા જુદા સંઘો, પ્રૉડ્યૂસર્સ અને સ્ટાર્સનો સમય છે, જેમની પાસે સમજદારીથી વધારે સ્વેગ છે."

આ પણ વાંચો : Kiran Acharya: ભૂરી આંખ ધરાવતી ગુજ્જુ એક્ટ્રેસના એક્સેપ્રેશનના છે લાખો લોકો દિવાના

નિમિશ પિલંકારે બોલીવુડમાં પોતાનો પહેલું ડગલું સલમાન ખાનની 'રેસ 3' સાથે રાખ્યું હતું. આ સિવાય તેણે જલેબી, કેસર, એક લડકી કો દેખા તો એસા લગા જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK